ભારત સહિત ઉત્તર ગોળાર્ધમાં હાલના શિયાળાના સમયમાં ફ્લુના કેસો વધવા સામાન્ય છે પરંતુ, હવે ફ્લુ (એન્ફ્લુએન્ઝાનું ટૂંકુ રૂપ) ફેલાવતો વાયરસ તેનું રૂપ બદલી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આજે જારી કરેલી આ રોગચાળાની સ્થિતિના અહેવાલ મૂજબ સીઝનલ એન્ફ્લુએન્ઝા-એ (એચ૩એન૨) વાયરસ કે જે અગાઉ હોંગકોંગ ફ્લુ તરીકે ઓળખાતો તે મોટાપ્રમાણમાં મળી આવ્યો છે. આ વાયરસ સમયાંતરે રૂપ બદલતો હોય છે, પરંતુ, ઓગષ્ટ-2025 થી એ(H3N2) રે.2.4.1 અર્થાત્ ‘કે ‘ અનેક દેશોમાંથી મળવાનું પ્રમાણ જીનેટીક સિક્વન્સીંગમાં મળી રહ્યું છે.સમગ્ર વિશ્વમાં ગત ઓક્ટોબર માસથી ફ્લુના કેસો વધી રહ્યા છે, કેટલાક દેશોમાં તો આ રોગચાળાની સીઝન વહેલી શરૂ થઈ છે. દક્ષિણ-પૂર્વ એશિયા કે જેમાં ભારત આવે છે તેમાં ફ્લુના દરેક વાયરસનું 66 ટકા એ (H3N2) વાયરસ જોવા મળ્ય ો છે. ફ્લુના કેસો મળવાનું પ્રમાણ ભારતના પડોશી દેશોમાં થાઈલેન્ડમાં ગત ઓક્ટોબર,નવેમ્બરમાં ,શ્રીલંકામાં ઓક્ટોબરથી અને બાંગ્લાદેશમાં જૂલાઈથી વધ્યું છે. નેપાલમાં 1, ભારતમાં 4,થાઈલેન્ડમાં 17 એમ 22 સીક્વન્સીઝમાં સબક્લેડ કે રિપોર્ટ થયા છે.

આ ફ્લુના લક્ષણોમાં (1) ખૂબ તાવ (2) ઉધરસ (3) શરીરમાં સખત દુખાવો, કળતર (4) ગળામાં સોજો (5) નબળાઈ વગેરે છે અને નાના બાળકોમાં ડાયેરિયા જેવા લક્ષણો પણ જોવા મળે છે. આમ, શરદીના લક્ષણો હોય એટલે માત્ર શરદી નથી રહી, ભલે ફ્લુ કોઈ એપિડેમિક જાહેર થઈ નથી ત્યારે ડરની તો જરા પણ જરૂર નથી પરંતુ, સાવચેતી જરૂરી છે.ફ્લુથી બચવા લોકો માસ્ક પહેરવા, સાદો સુપાચ્ય ખોરાક લેવા, હળવો વ્યાયામ, ભીડમાં જવાનું ટાળવા સલાહ આપતા રહ્યા છે. હોંગકોંગ ફ્લુ નામ કઈ રીતે પડયું હતું
A (H3N2) પ્રકારનો એન્ફ્લુએન્ઝા સૌપ્રથમ હોંગકોંગમાં ઈ.સ. 1968 માં ફેલાયો હતો અને પાંચ લાખથી વધુ લોકોને ઝપટે લીધા હતા. તેને કિલર ફ્લુ પણ કહેવાતો હતો. આ ફ્લુ એ ઈ.સ. 1957ના એશીયન ફ્લુ (એચ૨એન૨)નું બદલાયેલું, વિકસીત થયેલું રૂપ હતું.

