NATIONAL : મકર સંક્રાંતિએ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી

0
30
meetarticle

આજે મકર સંક્રાંતિ અને માઘ એકાદશીના પાવન અવસર પર દેશભરના પવિત્ર ઘાટો પર આસ્થાનો મહાસાગર ઉમટ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને ઉત્તરાખંડના હરિદ્વારથી લઈને પશ્ચિમ બંગાળના ગંગાસાગર સુધી, લાખો શ્રદ્ધાળુઓએ બુધવારની વહેલી સવારથી જ પવિત્ર નદીઓમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું.

પ્રયાગરાજમાં માઘ મેળામાં ભક્તોનું ઘોડાપૂર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં એકાદશી અને મકર સંક્રાંતિના શાહી સ્નાન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી. સંગમ તટ પર લાખો લોકોએ ત્રિવેણીમાં આસ્થાની ડૂબકી લગાવી. માઘ મેળા અધિકારી ઋષિ રાજના જણાવ્યા અનુસાર, આજે સવારે 6 વાગ્યા સુધીમાં જ લગભગ 9 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા હતા અને ઘાટો પર ભીડ સતત વધી રહી હતી. ભક્તોના ઉત્સાહને જોતા, વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મેળા ક્ષેત્રમાં યુપી એટીએસની મોબાઇલ ટીમો તૈનાત છે અને ડ્રોન કેમેરાથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

હરિદ્વારમાં ‘હર કી પૌડી’ પર જય ગંગેના નાદ

ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ ગાઢ ધુમ્મસ અને ઠંડીની પરવા કર્યા વિના લાખો શ્રદ્ધાળુઓ ‘હર કી પૌડી’ ઘાટ પર ગંગા સ્નાન માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ઘાટ પર ભક્તોનો જમાવડો શરૂ થઈ ગયો હતો. પહાડો પરથી દેવડોલીઓ પણ ગંગા સ્નાન માટે હરિદ્વાર પહોંચી હતી, જેનાથી વાતાવરણ વધુ ભક્તિમય બન્યું હતું.

ગંગાસાગરમાં પણ આસ્થાની ડૂબકી

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલા ગંગાસાગરમાં પણ મકર સંક્રાંતિ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓએ ગંગા નદી અને સાગરના સંગમ પર પવિત્ર સ્નાન કર્યું. દેશના ખૂણેખૂણેથી લોકો અહીં પહોંચ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here