NATIONAL : મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા સામે અધધધ… 1 અબજ 24 કરોડનો દંડ, જાણો શું હતો આરોપ

0
63
meetarticle

 મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાની કલેક્ટર કોર્ટે કોંગ્રેસના એક નેતા પર એક અબજ 24 કરોડ 55 લાખ 85 હજાર 600 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોંગ્રસ પોર્ટીના પૂર્વ રાજ્ય મહાસચિવ અને ડાયમંડ સ્ટોન ક્રશરના માલિક શ્રીકાંત દીક્ષિત પર ગુનૌર તાલુકાના બિલઘરીમાં ગેરકાયદે રીતે પથ્થરોનું ખનન કરવાનો આરોપ છે.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, નાયબ ખનિજ વહીવટ નિયામક પન્ના અને સબ-ડિવિઝનલ રેવન્યુ ઓફિસર ગુન્નૌર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના આધારે આ નિર્ણય આપવામાં આવ્યો હતો. કલેક્ટર કોર્ટે નાયબ ખનિજ વહીવટ નિયામક પન્નાને નિયમો અનુસાર કોંગ્રેસ નેતા પાસેથી રકમ વસૂલ કરીને સરકારી તિજોરીમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.કલેક્ટર કોર્ટના જણાવ્યાનુસાર, નોટિસ જાહેર કર્યાની તારીખથી આ કેસમાં પૂરતી અને યોગ્ય તક આપવામાં આવી છે, પરંતુ બિન-અરજદાર સતત આદેશોનો અનાદર કરી રહ્યા છે અને મામલો પેન્ડિંગ રાખવા માટે શક્ય તેટલા બધાં પ્રયાસો કરી રહ્યા છે, જે દર્શાવે છે કે બિન-અરજદાર પોતે શરૂઆતથી જ જાણે છે કે ગેરકાયદે ખોદકામના બચાવ માટે કોઈ પૂરતા દસ્તાવેજી પુરાવા નથી. બિન-અરજદારે ફક્ત 99 હજાર 300 ઘન મીટરની રોયલ્ટી જમા કરાવી છે, જ્યારે 2 લાખ 72 હજાર 298 ઘન મીટરમાં ખોદકામ કરવામાં આવ્યું છે.

કલેક્ટરને ફરિયાદ દાખલ કરવામાં આવી

પન્ના કલેક્ટરને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ગુનૌર તાલુકાના બિલઘરીમાં મેસર્સ ડાયમંડ સ્ટોન ક્રશરના માલિક અને કોંગ્રેસ પક્ષના પૂર્વ રાજ્યમંત્રી શ્રીકાંત દીક્ષિતે મંજૂર વિસ્તાર કરતા મોટા વિસ્તારમાંથી પથ્થર કાઢ્યો હતો. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે દીક્ષિતની સ્ટોન ક્રશર કંપનીએ કરોડોની રોયલ્ટીની ઉચાપત કરી હતી. 

ફરિયાદીએ એમ પણ જણાવ્યું હતું કે શ્રીકાંત દીક્ષિતનું કામ પન્નાથી ભોપાલ સુધી અવિરત ચાલુ છે. આ મામલાની તપાસ સાચી હોવાનું જાણવા મળ્યું હતું અને કલેક્ટરે કાર્યવાહી કરી હતી અને કોંગ્રેસના નેતા પર મોટો દંડ ફટકાર્યો હતો. કલેક્ટર કોર્ટે કોંગ્રેસના નેતા પર આશરે 124 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here