ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટેલિકોમ સેવા પ્રદાતાઓને માર્ચ ૨૦૨૬ સુધીમાં તમામ સર્કલમાં (કોલર નેમ પ્રેઝન્ટેશન) સેવા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સેવા સ્માર્ટફોન પર કોલ કરનારની ઓળખ જાહેર કરશે. જાણકાર સુત્રોએ જણાવ્યું હતું કે સરકારે શરૂઆતમાં વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં આ સેવા શરૂ કરવાનો આંતરિક લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જોકે, ટેલિકોમ કંપનીઓને સત્તાવાર રીતે માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં સેવા શરૂ કરવા કહેવામાં આવ્યું હતું.

વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો સહિતની કંપનીઓ હાલમાં ઉત્તરના કેટલાક સર્કલમાં પાયલોટ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં લાઈવ પરીક્ષણની અપેક્ષા છે.
ટેલિકોમ કંપનીઓએ એકબીજાની સેવાઓ પર ઇન્ટરઓપરેબિલિટી પરીક્ષણો કરવાની જરૂર પડશે જેથી એક નેટવર્કથી થતા કોલ બીજા નેટવર્ક પર કોલ કરનારની સાચી ઓળખ પ્રદશત કરે. જો આ બધા પરીક્ષણો સફળ થશે, તો અમે આ સેવાને વ્યાપક સ્તરે લાગુ કરાશે.
CNAP, અથવા SINAP, ડિફોલ્ટ સેવા હશે, પરંતુ વપરાશકર્તાઓ પાસે નાપસંદ કરવાનો વિકલ્પ પણ હશે. ટેલિકોમ કંપનીઓને આ સૂચનાઓ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) દ્વારા સેવા લાગુ કરવા અંગે ટેલિકોમ્યુનિકેશન વિભાગ સાથે કરાર કર્યા પછી આવી છે.

