મિઝોરમના ચામ્ફાઈ જિલ્લા સ્થિત મ્યાનમાર સરહદ પાસેથી રવિવારે ૭.૧૧ કરોડની કિંમતની મેથામ્ફેટામિન ગોળીઓનો જથ્થો જપ્ત કરાયો છે. આસામ રાઈફલ્સના દળોને ઝોખાવથાર નજીક એક ભેદી વ્યક્તિ જણાઈ હતી. સૈનિકોને જોતા પોતાની પાસેની બેગ નાખી દઈને એ ભાગી ગઈ હતી. સૈનિકોએ બેગની તલાશી લેતા એમાંથી ૨.૩૭ કિલો મેથામ્ફેટામિન ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો.

આસામ રાઈફલ્સે હાથ ધરેલી અન્ય કાર્યવાહીમાં સાઈટુઅલ ખાતે એક વાહનને અટકાવીને તલાશી લેવાતા એમાંથી દાણચોરીથી ઘૂસાડાયેલો ૮૧૬૦ કિલો બર્માની સોપારીનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ૫૨.૧૭ લાખ રૂપિયા છે.
પોલીસે આ જથ્થો લઈને જતા બે જણને અટક કર્યા છે.

