રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી સ્થિત ન્યુ મહારાષ્ટ્ર ભવન ખાતે શ્રી સી.પી. રાધાકૃષ્ણનની સૌજન્ય મુલાકાત લઈ તેમને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે રાજ્યપાલશ્રીએ કહ્યું કે, શ્રી રાધાકૃષ્ણનનું જીવન સેવા, સમર્પણ અને દેશભક્તિનું ઉદાહરણ છે. તેમનો અનુભવ અને નેતૃત્વ દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવશે અને યુવા પેઢીને પ્રેરણા આપશે. રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય હિત અને સામાજિક હિતના નવા આયામો સ્થાપિત થશે.

