NATIONAL : રામ ચરણની વડાપ્રધાન મોદીને વિશેષ ભેટ

0
48
meetarticle

અભિનેતા રામ ચરણે આર્ચરી પ્રીમિયર લીગ (APL) ના ચેરમેન અનિલ કામિનેની અને ભારતીય તીરંદાજી સંઘના અધ્યક્ષ વીરેન્‍દ્ર સચદેવા સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત લીગના પ્રથમ સીઝનની સફળ પૂર્ણાહુતિના અવસર પર યોજાઈ હતી.

આ દરમિયાન ટીમે વડાપ્રધાનને એક પ્રતિકાત્મક ધનુષ ભેટ આપ્યું, જે લીગની સફળતાનું પ્રતીક હતું.

અનિલ કામિનેનીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આર્ચરી પ્રીમિયર લીગનો ઉદ્દેશ દેશભરમાં તીરંદાજીને ફરી જીવંત અને પ્રોત્સાહિત કરવાનો છે. આ લીગ પ્રતિભાશાળી તીરંદાજોને તાલીમ, સ્પર્ધા અને મંચ પૂરો પાડે છે, તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓને સહકાર આપવા માટે મજબૂત વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં કાર્યરત છે.

વડાપ્રધાન સાથે મુલાકાત બાદ પોતાના વિચારો વ્યક્ત કરતાં રામ ચરણે જણાવ્યું,
“માનનીય વડાપ્રધાન સાથે મળવાનો અને આર્ચરી પ્રીમિયર લીગના ઉદ્દેશ વિશે ચર્ચા કરવાનો મને ઘણો માન છે. તીરંદાજી અમારી સાંસ્કૃતિક ધરોહરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને APL મારફતે અમે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી પ્રતિષ્ઠિત કરવા માંગીએ છીએ.

ભારતમાં આ ક્ષેત્રમાં અપરિમિત પ્રતિભા છે, અને આ મંચ તેમને વૈશ્વિક સફળતા તરફ લઈ જવામાં મદદ કરશે.”

આ પ્રસંગે રામ ચરણ સાથે ઉપાસના કામિનેની કોનીડેલ્લા પણ હાજર હતાં. તેમણે શ્રી અને શ્રીમતી ચિરંજીવી તરફથી વડાપ્રધાનને બાલાજીની પ્રતિમા અને પરંપરાગત પૂજા કીટ ભેટ આપી.

મુલાકાત બાદ પ્રતિનિધિમંડળે લીગના તીરંદાજો સાથે એક પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં APL ના પ્રથમ સીઝનની મુખ્ય સિદ્ધિઓની માહિતી વહેંચવામાં આવી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here