NATIONAL : રૃ. ૧૦૦ કરોડની સાયબર છેતરપિંડી, ગુજરાતમાંથી ચારની ધરપકડ

0
41
meetarticle

લોકો સાથે ૧૦૦ કરોડ રૃપિયાથી વધુની છેતરપિંડી કરવા સાથે સંકળાયેલા સાયબર ક્રાઇમ અપરાધોની મની લોન્ડરિંગ તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુજરાતમાથી ચાર શખ્સોની ધરપકડ કરી છે.

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ફેડકલ તપાસ એજન્સીની સુરત સબ ઝોનલ ઓફિસે મકબુલ અબ્દુલ રેહમાન, કાશીફ મકબુલ, મહેશ મફતલાલ દેસાઇ અને ઓમ રાજેન્દ્ર પંડયાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ કસ્ટડીમાં રાખ્યા છે.

ઇડીએ આરોપ મૂક્યો છે કે અબ્દુલ રહેમાન અને તેના પુત્રો કાશીફ અને બાસસમ, મહેશ દેસાઇ અને રાજેન્દ્ર પંડયા ઇડી અને સુપ્રીમ કોર્ટના નામે નિર્દોષ લોકોને નકલી નોટીસ મોકલીને તેમને ધમકી આપતા હતાં. તેઓ ડિજિટલ એરેસ્ટ અને ફોરેક્સ ટ્રેડિંગ જેવા સાયબર અપરાધોમાં પણ સંડોવાયેલા હતાં.

આ અપરાધીઓએ પોતાના કર્મચારીઓ, એસોસિએટ્સ અને નાણા ચૂકવીને અન્ય કેટલાક લોકોના નામે બેેંક એકાઉન્ટ ખોલાવ્યા હતાં.

આ બેંક ખાતાઓ ઓપરેટ કરવા માટે તેમણે પ્રિ એક્ટિવેટેડ સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ (એસઓજી)એ ઓક્ટોબર, ૨૦૨૪માં દાખલ કરેલી એફઆઇઆરને આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતોે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here