NATIONAL : રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન?

0
15
meetarticle

ભારતીય રેલવે બોર્ડે સંસદીય સમિતિની ફટકાર બાદ એક મોટો નિર્ણય લેતા 10 પ્રખ્યાત ટ્રેનો પાસેથી ‘સુપરફાસ્ટ’નો દરજ્જો પાછો ખેંચી લીધો છે. ઓડિટમાં બહાર આવ્યું છે કે, આ ટ્રેનો કાગળ પર તો સુપરફાસ્ટ હતી, પરંતુ હકીકતમાં તે રેલવેના નિર્ધારિત માપદંડ મુજબ 55 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ જાળવી શકતી ન હતી. હવે આ ટ્રેનો પાટા પર સામાન્ય ‘મેલ-એક્સપ્રેસ’ તરીકે દોડશે. આ ફેરફારને કારણે મુસાફરોને આર્થિક રાહત મળશે, કારણ કે સુપરફાસ્ટ સરચાર્જ નાબૂદ થતા ટ્રેનના ભાડામાં 5%થી 12% સુધીનો ઘટાડો થશે.

ભાડામાં કેટલી રાહત મળશે?

સુપરફાસ્ટ સરચાર્જ હટવાને કારણે 13 એપ્રિલથી ટિકિટના દરોમાં નીચે મુજબ ઘટાડો જોવા મળશે:જનરલ ક્લાસ: ભાડામાં 15 રૂપિયા (10-12%)નો ઘટાડો.

સ્લીપર ક્લાસ: 30 રૂપિયા (8%)નો ઘટાડો.

AC-2 અને AC-3: 45 રૂપિયા (4%)નો ઘટાડો.

AC-1: 73 રૂપિયા સુધીનો ઘટાડો.

જોકે, ભાડું ઘટવાની સાથે એક ગેરફાયદો એ પણ થશે કે આ ટ્રેનોને ટ્રેક પર મળતી પ્રાથમિકતા હવે નહીં મળે, જેના કારણે મુસાફરીના સમયમાં વધારો થઈ શકે છે.

આ ટ્રેનો હવે સુપરફાસ્ટ નહીં ગણાય

રેલવે દ્વારા જે ટ્રેનોનો દરજ્જો ઘટાડવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે નીચેની ટ્રેનો સામેલ છે.

– પ્રયાગરાજ રામબાગ – હાવડા, વિભૂતિ એક્સપ્રેસ

– હાવડા – પ્રયાગરાજ રામબાગ, વિભૂતિ એક્સપ્રેસ

– હાવડા – કાલકા, નેતાજી એક્સપ્રેસ

– કાલકા – હાવડા, નેતાજી એક્સપ્રેસ

– હાવડા – દેહરાદૂન, ઉપાસના એક્સપ્રેસ

– દેહરાદૂન – હાવડા, ઉપાસના એક્સપ્રેસહાવડા – દેહરાદૂન, કુંભ એક્સપ્રેસ

દેહરાદૂન – હાવડા, કુંભ એક્સપ્રેસ

હાવડા – જમ્મુતવી, હિમગિરી એક્સપ્રેસ

જમ્મુતવી – હાવડા, હિમગિરી એક્સપ્રેસ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here