મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા, ભાજપના ધારાસભ્ય શ્રી અશોક ગોયલ, સંસદ સભ્ય શ્રી મનોજ તિવારી અને અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ આ પ્રસંગે ઉપસ્થિતિ આપી.
આ આઠ દિવસીય કોન્ફરન્સમાં દેશ-વિદેશથી લાખો સાધકો જોડાયા. કોન્ફરન્સ સંત રાજીન્દર સિંહજી મહારાજના જન્મદિવસ ના ઉપલક્ષ માં યોજાઇ, જેને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

સંત રાજીન્દર સિંહજી મહારાજે સંબોધનમાં ધ્યાન દ્વારા આંતરિક પરિવર્તન અને આત્મ-પ્રતિભાની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, “દરેક ધર્મના મૂળમાં એક જ દિશા છે — ભગવાન. ધ્યાનથી આપણે અંદર ભગવાન શોધી શકીએ છીએ.”

મુખ્યમંત્રી રેખા ગુપ્તા એ સંત રાજીન્દર સિંહજી ને “માર્ગદર્શક પ્રકાશ” તરીકે સંબોધિત કરી અને માનવતા ને સેવાના માર્ગ પર લઈ જવાના તેમના યોગદાનને વખાણ્યું.
MLA અશોક ગોયલ અને મનોજ તિવારી પણ સંત મહારાજની પ્રશંસા કરતા દેખાયા અને માનવતા માટે તેમના માર્ગદર્શન ને ઐતિહાસિક ગણાવ્યો.
સંત રાજીન્દર સિંહજી મહારાજનું જીવન વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સરસ મિશ્રણ છે, જે હજારો લોકો માટે પ્રેરણા છે. મુખ્યમંત્રીએ સંત રાજીન્દર સિંહજી મહારાજને “માર્ગદર્શક પ્રકાશ” તરીકે વખાણ્યા અને લોકપ્રિય આધ્યાત્મિક ગુરુ ને “લાખો લોકોને આત્મજ્ઞાનના માર્ગ પર લઈ જવા બદલ” પ્રશંસા કરી. સાવન કૃપાલ રૂહાની મિશનના પ્રમુખ તથા વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સત્ગુરુ સંત રાજીન્દર સિંહજી મહારાજ 23 , 24 ઓક્ટોબર 2025 ના રોજ ગોધરા માં સત્સંગ પ્રવચન હેતુ પધારી રહ્યા છે. તેઓ ગોધરામાં બે દિવસ સત્સંગ કરશે. જેનું આયોજન સાવન કૃપાલ રુહાની મિશન ગોધરા શાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સત્સંગના આ કાર્યક્રમમાં ફક્ત ગોધરા થી જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યમાંથી હજારો લોકો તદુપરાંત વિદેશોથી પણ આવેલા ભાઈ બહેન ભાગ લઈ રહ્યા છે. સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com.

