પંજાબની એક યાત્રા, એક મિત્રની થોડીક મદદ અને નસીબનો જોરદાર સાથ. આ કહાની છે રાજસ્થાનના એક શાકભાજી વેચનારની જેણે રાજ્યની લોટરીમાં 11 કરોડનો જેકપોટ જીત્યો છે. અમિત સેહરાએ પોતાના એક મિત્ર પાસેથી ઉધાર લઇને ભંટિડાની એક દુકાન પાસેથી લોટરી ટિકીટ ખરીદી અને આ ટિકીટે તેમને પંજાબ સ્ટેટ લોટરી દિવાળી બમ્પર 2025ના ટોચના વિજેતા બનાવી દીધા. ।શાકભાજી વાળાએ શું કહ્યુ?

અમિત સેહરાએ ભાવુક બનીને કહ્યું કે ચંદીગઢ જઈને લોટરી ટિકીટ મેળવવા માટે પણ તેમની પાસે પૂરતા પૈસા નહોતા. જયપુરના કોટપુતલીના રહેવાસી અને ઠેલા પર શાકભાજી વેચતા અમિતે કહ્યું, આ તો ભગવાનના આશીર્વાદ છે કે તેમણે મને છપ્પર ફાડીને’ આપ્યું. તેમણે કહ્યું કે આ પૈસા તે પોતાના બે નાના બાળકોના અભ્યાસ માટે ખર્ચશે.
ભગવાન એવો મિત્ર સૌને આપે
અમિતે આ પણ જણાવ્યું કે તે પોતાના મિત્ર મુકેશને લોટરી ટિકિટ માટે પૈસા ઉધાર આપવાના બદલામાં એક કરોડ રૂપિયા આપશે. તેણે કહ્યું કે મિત્રની દીકરીઓ તેની દીકરીઓ જેવી જ છે. બીજી તરફ, મુકેશે કહ્યું, મારા મિત્ર અમિતે મને કહ્યું હતું કે જો હું લોટરી જીતી જઈશ તો તેમાંમાંથી 1 કરોડ તારી દીકરીઓને આપીશ અને હવે તે પોતાનું વચન પૂરું કરી રહ્યો છે. ભગવાન આવો મિત્ર સૌને આપે.

