NATIONAL : સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી

0
38
meetarticle

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બ્રિટન સ્થિત શસ્ત્ર સલાહકાર સંજય ભંડારી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે અહીંની સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ સમક્ષ પૂરક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ કેસ ૬ ડિસેમ્બરે કોગ્નિઝન્સ કાર્યવાહી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. વાડ્રા વિરુદ્ધ આ બીજી મની લોન્ડરિંગ ચાર્જશીટ છે. જુલાઇમાં હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદામાં ગેરરીતિઓ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેમના પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ૫૬ વર્ષીય વાડ્રાની ભૂતકાળમાં ભંડારી સાથે જોડાયેલા કેસમાં  ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.

આ ઘટનાક્રમ અંગે વાડ્રા કે તેમની કાયદાકીય ટીમ તરફથી  તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.  ભંડારીની પ્રત્યાર્પણ અરજી બ્રિટનની કોર્ટે ફગાવી દીધી છે.  જુલાઇમાં દિલ્હીની એક કોર્ટે તેમને ભાગેડું આર્થિક ગુનેગાર જાહેર કર્યા હતાં.

૬૩ વર્ષીય શસ્ત્ર સલાહકાર ૨૦૧૬માં દિલ્હીમાં આવકવેરા વિભાગ દ્વારા તેમના  પર દરોડા પાડવામાં આવ્યા બાદ લંડન ભાગી ગયા હતાં.

ઇડીએ ફેબુ્રઆરી ૨૦૧૭માં પીએમએલએ હેઠળ ભંડારી અને અન્ય લોકો સામે  ફોજદારી કેસ દાખલ કર્યો હતો. જેમાં ૨૦૧૫ના કાળા નાણા વિરોધી કાયદા હેઠળ તેમની સામે દાખલ કરાયેલી આવકવેરા વિભાગની ચાર્જશીટને ધ્યાનમાં લેવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here