બિહારની સાથે-સાથે છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીમાં જોઈએ તો જમ્મુ-કાશ્મીરમાં બડગામ અને નાગરોટાની પેટાચૂંટણી યોજાશે. આ બેઠક ઉમર અબ્દુલ્લાના રાજીનામા અને દેવેન્દ્રસિંહ રાણાના મોત પછી ખાલી પડી છે. તેના પછી રાજસ્થાનના અંત વિધાનસભા મતવિસ્તારમાં કંવરલાલ અયોગ્ય ઉમેદવાર જાહેર થતાં ત્યાં પેટાચૂંટણી યોજાશે.

ઝારખંડના ઘાટસિલા મૌલિક અનુસૂચિત જનજાતિ ક્ષેત્રમાં રામદાસ સોરેનનું નિધન થતાં પેટાચૂંટણી થશે. તેલંગણાના જુબિલી હિલ્સમાં ધારાસભ્ય મગંતી ગોપીનાથના મૃત્યુના કારણે પેટાચૂંટણી થશે. પંજાબના તરનતારનમાં ડો. કશ્મીરસિંહ સોહલના નિધનના લીધે પેટાચૂંટણી થશે. મિઝોરમના ડામ્પા અનુસૂચિત જનજાતિ ક્ષેત્રમાંં લલરિંટલુઆગા સૈલૌના મૃત્યુના કારણે પેટાચૂંટણી થશે. ઓડિશાના નોઆપાડામાં રાજેન્દ્ર ઢોલકિયાના નિધનના લીધે પેટાચૂંટણી થશે. આ પેટાચૂંટણી આગામી સમયમાં વિધાનસભામાં બેઠકોની સંખ્યા તેમજ રાજકીય સમીકરણોને પ્રભાવિત કરી શકે છે. આના પગલે આગામી દિવસોમાં રાજકારણમાં ગરમી જોવા મળશે.

