NATIONAL : સીએસઆરનું પાલન ન કરવા બદલ કંપનીઓને ૨૦ કરોડનું દંડ

0
15
meetarticle

સરકારે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) નિયમોનું પાલન ન કરવા માટે અલગ અલગ કંપનીઓ પર કુલ ૨૦ કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યો છે.

કંપની કાયદા હેઠળ નફો કમાનારી કેટલીક ખાસ પ્રકારની કંપનીઓને એક નાણાકીય વર્ષમાં સીએસઆર પ્રવૃત્તિઓ પર પોતાના ત્રણ વર્ષનાં સરેરાશ વાર્ષિક નફાનાં ઓછામાં ઓછા બે ટકા ખર્ચ કરવો જરૃરી હોય છે.

નાણા અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન નિર્મલા સિતારમને મંગળવારે જણાવ્યું હતું કે સીએસઆર ખર્ચથી જોડાયેલ દરેક નિર્ણય કંપનીનાં બોર્ડ દ્વારા લેવામાં આવે છે.

પ્રધાને જણાવ્યું હતું કે  કંપની અને તેનું બોર્ડ જ નક્કી કરે છે કે સીએસઆર માટે કેટલો ખર્ચ કરવાનો છે અને ક્યાં કરવાનો છે. તેથી આ એવો નિર્ણય નથી જેમાં અમે હસ્તક્ષેપ કરી  જણાવી શકીએ કે તમારે આટલો જ ખર્ચ કરવો પડશે.નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન બિહારમાં કુલ સીએસઆર ખર્ચ ૮૫૪ કંપનીઓ દ્વારા ૬૮૦.૯૧ કરોડ રૃપિયા રહ્યું છે.

સિતારમને બિહારનાં સાંસદને જણાવ્યું હતું કે તે અલગ અલગ કંપનીઓ સાથે વાત કરતા રહે અને તેમને એ વાત માટે તૈયાર કરે તે બિહારમાં નાણાં ખર્ચ કરે.

પ્રધાને જણાવ્યું હતું કે વધારેમાં વધારે મંત્રાલય ફક્ત એ અપીલ કરી શકે છે કે બિહારમાં સામાજિક રીતે મહત્ત્વપૂર્ણ કેટલાક પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવે. જો કે કાયદાકીય રીતે આ યોગ્ય નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here