દુનિયાની વસતી 8 અબજના આંકડાને વટાવી ગઈ છે, પરંતુ વાસ્તવિક પડકાર સંખ્યા નથી, પરંતુ શહેરોમાં વધતી ભીડ છે. વર્તમાનમાં એશિયા અને આફ્રિકાના ઘણા દેશો પોતાના શહેરોમાં ગીચ વસતીનો સામનો કરી રહ્યા છે, જે આ દેશો સામે મોટું સકંટ બની રહી છે. આ શહેરોમાં ગીચતા એટલી છે કે લોકો માટે રહેવા માટે જગ્યા નથી રહી. ચાલો જાણીએ આ યાદીમાં કયા-કયા દેશો સામેલ છે.

- કસાઈ-ઓરિએન્ટલ, કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય
વિશ્વના સૌથી ગીચ વસતી ધરાવતા શહેરોની યાદીમાં કસાઈ-ઓરિએન્ટલ બીજા સ્થાન પર છે. કસાઈ-ઓરિએન્ટલ એ કાંગો લોકતાંત્રિક ગણરાજ્યનું એક શહેર છે. તે વિશ્વના સૌથી મોટા હીરા ઉત્પાદક ક્ષેત્રોમાંથી એક છે.
2. બેની, કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય
આ કાંગો લોકતાંત્રિક ગણરાજ્યનું એક શહેર છે, જે સૌથી વધુ વસતી ધરાવતા શહેરોની યાદીમાં ત્રીજા સ્થાન પર છે. આ શહેર કાંગોના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત છે.
3. કરાચી, પાકિસ્તાન
કરાચી પાકિસ્તાનના સૌથી મોટા શહેરોમાંથી એક છે અને તેને તેની આર્થિક રાજધાની પણ માનવામાં આવે છે. તે વિશ્વનું પાંચમું સૌથી ગીચ વસતી ધરાવતું શહેર છે.
4. કિન્શાસા, કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય
કિન્શાસા કાંગો લોકતાંત્રિક ગણરાજ્યના સૌથી મોટા શહેરોમાંથી એક છે, જે ગીચ વસતી ધરાવતા શહેરોની યાદીમાં છઠ્ઠા સ્થાન પર છે. કિન્શાસાને યુનેસ્કો દ્વારા ‘સંગીતનું શહેર’ જાહેર કરવામાં આવ્યું છે.
5. મોગાદિશુ, સોમાલિયા
મોગાદિશુ શહેર સોમાલિયાની રાજધાની છે. તે એક મહત્વપૂર્ણ બંદર તરીકે કામ કરે છે. આ શહેર વસતીની ગીચતા મામલે 7માં નંબર પર આવે છે. હો ચી મિન્હ સિટી, વિયતનામ
હો ચી મિન્હ સિટી ગીચ વસતી ધરાવતા શહેરોની યાદીમાં 10મા સ્થાન પર છે. આ વિયતનામનું સૌથી મોટું શહેર છે, જે અગાઉ સાઈગોન નામથી ઓળખાતું હતું.
ભારતના શહેરોની શું છે સ્થિતિ?
દુનિયાના ટોપ સૌથી ગીચ વસતી ધરાવતા શહેરોની યાદીમાં ભારતના ચાર સૌથી મહત્ત્ત્વપૂર્ણ શહેરો સામેલ છે, જે દર્શાવે છે કે ભારતમાં વધતી જતી વસતી ગીચતા આપણા માટે સંકટ ઊભું કરી શકે છે. તેનું મુખ્ય કારણ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને સુરત જેવા મુખ્ય શહેરોમાં ઉપલબ્ધ વિપુલ પ્રમાણમાં રોજગારની તકો છે. ગ્રામીણ વિસ્તારોના લોકો સારી આવકની શોધમાં મોટી સંખ્યામાં આ શહેરોમાં પલાયન કરે છે.
- મુંબઈ, ભારત
મુંબઈ ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ શહેરોમાંથી એક છે. તે ભારતની આર્થિક રાજધાની છે. મુંબઈ વિશ્વના સૌથી ગીચ વસતી ધરાવતાં શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન પર રાખે છે.
- સુરત, ભારત
સુરત ભારતના ગુજરાત રાજ્યના સૌથી મહત્ત્વપૂર્ણ શહેરોમાંથી એક છે. તે વિશ્વનું ચોથું સૌથી ગીચ વસતી ધરાવતું શહેર છે. તેને ભારતની ‘સિલ્ક સિટી’ અને ‘ડાયમન્ડ સિટી’ના નામથી પણ ઓળખવામાં આવે છે.
- અમદાવાદ, ભારત
અમદાવાદ ભારતના ગુજરાત રાજ્યનું એક મુખ્ય ઔદ્યોગિક શહેર છે. તેને ભારતનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવે છે. સૌથી ગીચ વસતી ધરાવતા દેશોની યાદીમાં અમદાવાદ આઠમા સ્થાન પર છે.
- બેંગલુરુ
બેંગલુરુ ભારતના કર્ણાટક રાજ્યની રાજધાની છે. તે દુનિયાનું નવમું સૌથી ગીચ વસતી ધરાવતું શહેર છે. બેંગલુરુને “ભારતની સિલિકોન વેલી’ પણ કહેવામાં આવે છે.

