ઇઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદે જાહેરમાં આક્ષેપ મૂક્યો છે કે હમાસે યુરોપમાં તેનું કાર્યકારી નેટવર્ક સક્રિય કરી દીધું છે. જે ગુપ્ત મથકોમાંથી યુરોપના વિવિધ દેશોમાં હુમલા કરવા સજ્જ છે. (અજ્ઞાત સ્થળેથી) ‘હુકમ’ મળતાં જ સંભવતઃ યુરોપનાં વિવિધ શહેરોમાં એકી સાથે હુમલા શરૂ કરશે.

આ નિવેદન મોસાદે યુરોપીયન જાસૂસી સંસ્થાઓની સાથે રહી કરેલાં સંશોધન પછી પ્રસિદ્ધ કર્યું છે. મોસાદ અને યુરોપીય જાસૂસી સંસ્થાઓએ અનેક સ્થળોએ દરોડા પાડી શસ્ત્રો અને વિસ્ફોટકોનો વિશાળ જથ્થો હાથ કર્યો છે. અને કેટલાયે શંકાસ્પદોની અટકાયત કરી છે. જેઓ આ ભયંકર કામમાં સાથે સંડોવાયેલા હોવાની શંકા છે.સાદ વધુમાં જણાવે છે કે મોસાદ અને તેના યુરોપીય સાથીઓએ આ દ્વારા યહુદીઓ ઉપર વ્યાપક અને એકી સાથે હુમલા કરવાની નેમ નિષ્ફળ બનાવી છે. અટકાયતમાં લીધેલા આ આતંકીઓએ તેટલું કબુલ્યું હતૂ કે, અમને ‘હુકમ’ મળતાં અમારે યુરોપનાં વિવિધ શહેરોમાં એકી સાથે (આતંકી) હુમલા શરૂ કરી દેવાના હતા.
આ ભયંકર નેટવર્કની સૌથી પહેલી માહિતી ઑસ્ટ્રિયાની ડીએસએન સિક્યુરિટી સર્વિસે, હેન્ડગન્સ, હેન્ડ-ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટકોનો વિશાળ જથ્થો પકડી પાડયો, ત્યારે મળી આવી હતી.
આ સાથે તે પણ જાણવા મળ્યું કે, સમગ્ર યુરોપમાં એક ‘જાળ’ પથરાઈ ગઈ છે. તેના અગ્રીમ નેતા હમાસના પોલિટિકલ બ્યુરો ઑફિશ્યલ બાસીમ નઈમનો પુત્ર મોહમ્મદ નઈમ સંભાળે છે. તેઓ ગાઝા-સ્થિત, હમાસના વરિષ્ઠ નેતા, ખલિલ અલ-યાહ્યા સાથે પણ સંલગ્ન છે.
મોસાદે તેવો પણ દાવો કર્યો હતો કે, કતારમાં જ ત્રાસવાદીઓનું મથક છે, જ્યાંથી યુરોપ સ્થિત આતંકીઓને હુકમો અપાય છે. જો કે હમાસના વરિષ્ઠ નેતાઓ આ દાવો નકારે છે, તે અલગ વાત છે.
ટૂંકમાં એટલું ચોક્કસ છે કે એક તરફ હમાસ કોઈ ભયંકર બાજી ગોઠવી રહ્યું છે. બીજી તરફ તેના વરિષ્ઠતમ નેતાઓનો પણ તેની ઉપર કોઈ કાબુ રહ્યો નથી તે સ્પષ્ટ છે. હુકમો હમાસના બીજા નેતાઓ આપે છે.

