NATIONAL : હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત

0
39
meetarticle

કાશ્મીરમાં પટ્ટણના નિવાસી અને હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી ડેવિસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઇમ્તિયાઝ ખાનડેનું ૨૦૨૫ના વિનફ્યુચર પ્રાઇઝ એવોર્ડમાં ઇમર્જિંગ ફિલ્ડ્સમાં ઇનોવેટર્સ વિથ આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ્સ વડે સ્પેશ્યલ પ્રાઇઝ વડે સન્માન કરવામાં આવ્યું છે.

ડો. ખાનડે અને તેમની રિસર્ચ ટીમે ક્લોનલ હાઇબ્રિડ પાકનું ઉત્પાદન કરવા માટે ક્રાંતિકારી પદ્ધતિની શોધ કરી છે, તેના કારણે હાઇબ્રિડ ચોખા અને અન્ય પાક એવા બીજનું ઉત્પાદન કરી શકશે જે તેમના હાઇબ્રિડ લક્ષણોને કેટલીય ભાવિ પેઢીઓ સુધી જાળવી શકશે. ડો. ખાનડેએ શોધેલી નવી પદ્ધતિના કારણે નવી પેઢીના જ નહીં આગામી કેટલીય પેઢીઓ સુધીના બીજમાં તેના ફાયદા જળવાયેલા રહે છે. આ પદ્ધતિના કારણે ખેડૂતોના બિયારણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, ઉત્પાદકતામાં વધારો થશે અને વૈશ્વિક ફૂડ સિક્યોરિટીમાં પણ વધારો થશે. 

વર્ષોના સંશોધન પછી આ પરિણામ હાંસલ કરી શકાયું છે. ૨૦૨૩માં ડો. ખાનડે અને પ્રોફેસર વેંકટેસન સુંદરેસનની આગેવાની હેઠળ યુસી ડેવિસ ખાતેની ટીમે કોમર્સિયલ રાઇસ હાઇબ્રિડ્સમાં ક્લોન્સના ઉત્પાદનમાં ૯૫ ટકા ક્ષમતા કેળવી લીધી હતી. ફ્રાન્સ, જર્મની અને ઘાનાના સહયોગમાં ટીમે અનેક પેઢીઓ સુધી લક્ષણજન્ય સ્થિરતા ધરાવતા પાક.નો મોર્ગ મોકળો કર્યો છે. તેના કારણે ઊંચી ઉત્પાદકતાવાળી, ઊંચા ઉત્પાદનવાળી અને ટકાઉ ખેતી શક્ય બનશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here