NATIONAL : હાઇ-ટેક પાસપોર્ટ પછી જૂના પાસપોર્ટનું શું થશે?

0
59
meetarticle

ભારત સરકારે પાસપોર્ટ સેવા પ્રોગ્રામ V2.0 શરૂ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ હવે સમગ્ર દેશમાં ઈ-પાસપોર્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જાણો આ પ્રોગ્રામ અંતર્ગત કયા ફેરફારો કરાયા છે.

વિદેશ પ્રવાસ કરવા અને ભારતીય તરીકેની ઓળખ સાબિત કરવા માટે પાસપોર્ટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે. ભારત સરકારે પાસપોર્ટ સેવા પ્રોગ્રામ V2.0 શરૂ કર્યો છે. આ પહેલ હેઠળ, ઈ-પાસપોર્ટ સિસ્ટમ હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. હવેથી, ભારત અને વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં નવા પાસપોર્ટ અને રિન્યુઅલ માટે ફક્ત ચિપ વાળા ઈ-પાસપોર્ટ જ ઈશ્યુ કરવામાં આવશે.

આનાથી પાસપોર્ટ સુરક્ષા અને ઇમિગ્રેશન પ્રક્રિયાઓ ઝડપી બનશે. ઘણા લોકોના મનમાં સવાલ હશે કે શું તેમના જૂના પાસપોર્ટ હવે ઉપયોગી નહીં ગણાય. તો તેનો જવાબ એ છે કે, તેઓ તેમના જૂના પાસપોર્ટનો ઉપયોગ સામાન્ય રીતે કરી શકશે. જોકે, તે એક્સપાયર થયા પછી, તેમને નવો ચિપ સાથેનો પાસપોર્ટ આપવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ પાસે જૂનો પાસપોર્ટ હોય, તો તે પહેલાની જેમ તેનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. પાસપોર્ટ તેની એક્સપાયરી ડેટ સુધી માન્ય રહેશે. જોકે, જો તમારા પાસપોર્ટની મુદત પૂરી થઈ ગઈ હોય, તો તમને નવો ચિપ-આધારિત પાસપોર્ટ આપવામાં આવશે. નવા અરજદારોને ઈ-પાસપોર્ટ સિસ્ટમ હેઠળ ચિપ-આધારિત પાસપોર્ટ પ્રાપ્ત થશે.

તે માટે નવા અરજદારોને કોઈ નવું ફોર્મ ભરવાની કે કોઈ નવો વિકલ્પો પસંદ કરવાની જરૂર નથી. સરકાર દ્વારા પાસપોર્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. વધુમાં, નવા પાસપોર્ટ ધારકો માટે ઇમિગ્રેશન પ્રક્રિયા પહેલા કરતા ઝડપી બનશે.

હવેથી, ભારત સરકાર દ્વારા PSP V2.0 અને ગ્લોબલ પાસપોર્ટ સેવા પ્રોગ્રામ હેઠળ ઈશ્યુ કરાયેલા તમામ નવા અને રિન્યુ કરાયેલા પાસપોર્ટ E Passport જ હશે. પાસપોર્ટ માટે અરજી કરતી વખતે અપગ્રેડ આપમેળે લાગુ થશે. E Passportના કવર પર એક નાની ગોલ્ડન RFID ચિપ હોય છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકની બાયોમેટ્રિક અને વ્યક્તિગત માહિતી સંગ્રહિત હશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here