NATIONAL : ૧૯૮૦ની મતદાર યાદી વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટની નોટીસ

0
28
meetarticle

દિલ્હીની એક કોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને વોટર લિસ્ટ કેસમાં નોટીસ જારી કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ ભારતના નાગરિક બન્યા તે પહેલા જ વોટર બની ગયા હતાં.

દિલ્હીની રાઉઝ એવન્યુ સેશન્સ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં મેજિસ્ટ્રેટ કોર્ટના એ આદેશને પડકારવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માંગને ફગાવી દેવામાં આવી હતી.

આરોપ છે કે સોનિયા ગાંધીએ વર્ષ ૧૯૮૦માં પોતાના નામને મતદાર યાદીમાં સામેલ કરાવ્યું હતું. આ અરજી વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરી છે. જે રાઉઝ એવન્યુ કોર્ટ બાર એસોસિએશનનાં ઉપાધ્યક્ષ પણ છે.

રાઉઝ એવન્યુ સેશન્સ કોર્ટે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગવાળી અરજી પર નોટિસ જારી કરી છે. આગામી સુનાવણી ૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ થશે.અરજી અનુસાર ૧૯૮૦ની મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ સામેલ હતું. જો કે તેમને સત્તાવાર રીતે ભારતીય નાગરિકતા ૩૦ એપ્રિલ, ૧૯૮૩ના રોજ મળી હતી. પ્રશ્ર એ થાય છે કે જ્યારે તે ભારતીય નાગરિક ન હતાં ત્યારે ૧૯૮૦ની મતદાર યાદીમાં તેમનું નામ કેવી રીતે સામેલ કરવામાં આવ્યું?

અરજીમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ૧૯૮૨માં તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. અરજકર્તાએ પ્રશ્ર કર્યો છે કે ૧૯૮૦માં મતદાર યાદીમાં નામ ક્યા પુરાવાઓને આધારે દાખલ કરવામાં આવ્યું હતું?

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here