દિલ્હીમાં ગઇ કાલે થયેલાં બોમ્બ વિસ્ફોટને લઇને પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે દિલ્હી બ્લાસ્ટની ઘટના ખૂબ જ દુખદ છે. દેશ પીડિત પરિવારો સાથે ઉભો છે, ષડયંત્ર કરનારાંઓને છોડવામાં નહીં આવે
ભૂટાનમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના વિસ્ફોટની ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું, તેમણે કહ્યું કે “દિલ્હી બ્લાસ્ટે દરેકને વ્યથિત કર્યા છે।.આખો દેશ પીડિત પરિવારો સાથે ઉભો છે અને જે લોકો આ વિસ્ફોટ પાછળ છે, તેમને છોડવામાં નહીં આવે. તપાસ એજન્સીઓ આ ઘટનાની પૂરી રીતે તપાસ કરશે” પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ રાતભર તપાસ એજન્સીઓ સાથે સંપર્કમાં રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે ભૂટાન પહોંચ્યા છે. ભૂટાનની રાજધાની થિમ્ફુના એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભૂટાન સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ અને ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા। પી.એમ. મોદી 11-12 નવેમ્બર દરમિયાન ભૂટાન પ્રવાસે રહેશે. આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. વડાપ્રધાન મોદી ભૂટાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસના સમારંભમાં પણ હાજરી આપશે. પી.એમ. મોદીએ ભૂટાનમાં દિલ્હીના વિસ્ફોટ અંગે દુઃખ વ્યક્ત કર્યું.

