NATIONAL : Indigoની ફ્લાઈટમાં ઈમરજન્સી ગેટ ખોલવા લાગ્યો મુસાફર, 2 વખત કરી આ ખતરનાક હરકત

0
13
meetarticle

વિમાન સુરક્ષિત લેન્ડ થયા બાદ આરોપી મુસાફરને સુરક્ષા એજન્સીઓના હવાલે કરવામાં આવ્યો. રાહતની વાત એ રહી કે આ ઘટનાના કારણે વિમાનને બે વખત ચક્કર ના લગાવવા પડ્યા અને લેન્ડિંગ સામાન્ય રીતે પૂર્ણ થઈ.

બેંગ્લુરૂથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરની ખતરનાક હરકત સામે આવી છે. મળતી માહિતી મુજબ ફ્લાઈટ 6E-185માં સવાર એક મુસાફરે મુસાફરી દરમિયાન 2 વખત ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો. પ્રથમવાર મુસાફરે ઉડાન દરમિયાન દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, જ્યારે બીજી વખત તેને આ હરકત તે સમયે કરી જ્યારે વિમાન વારાણસીમાં ઉતરી રહ્યું હતું. આ દરમિયાન ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક સ્થિતિને સંભાળતા તમામ SOPનું પાલન કર્યું.

વિમાન સુરક્ષિત લેન્ડ થયા બાદ આરોપી મુસાફરને સુરક્ષા એજન્સીઓના હવાલે કરવામાં આવ્યો. રાહતની વાત એ રહી કે આ ઘટનાના કારણે વિમાનને બે વખત ચક્કર ના લગાવવા પડ્યા અને લેન્ડિંગ સામાન્ય રીતે પૂર્ણ થઈ, હાલ સુરક્ષા એજન્સીઓ મુસાફરની પુછપરછ કરી રહી છે અને તેના આ વ્યવહારની પાછળનું કારણ જાણવાના પ્રયત્ન કરી રહી છે.

ઉડાન ભર્યાના લગભગ 15 મિનિટ બાદ જ વ્યક્તિએ પ્રથમવાર ઈમરજન્સી દરવાજા સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો, કેબિન ક્રૂએ તરત જ તેને રોકતા ચેતવણી આપી, ત્યારબાદ તે થોડા સમય સુધી સામાન્ય રહ્યો પણ રાત્રે લગભગ 10.20 વાગ્યે જ્યારે વિમાન વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરવાનું હતું અને લગભગ 500 ફૂટની ઉંચાઈ પર હતું, ત્યારે ફરીથી ઈમરજન્સી દરવાજો ખોલવાના પ્રયત્ન કર્યા. ક્રૂની સૂચના પર પાયલટે હોંશિયારી વાપરીને લેન્ડિંગ અટકાવી દીધું અને ગો-અરાઉન્ડ કરતા વિમાનને ફરીથી સુરક્ષિત રીતે 10.35 વાગ્યે લેન્ડ કરાવ્યું.

આ ઘટનાથી વિમાનમાં સવાર અન્ય મુસાફરોમાં દહેશત ફેલાઈ ગઈ, તમામ લોકોએ સુરક્ષિત લેન્ડિંગ માટે ક્રૂની સરાહના કરી. નિયમો હેઠળ આરોપી મુસાફરને તાત્કાલિક સુરક્ષા એજન્સીના હવાલે કરી દેવામાં આવ્યો. પોલીસે તેમની વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here