આ ઉપગ્રહ દરિયાઈ વિસ્તારો અને ભારતીય ધરતીની સંચાર સેવાઓ આપશે. અગાઉ LVM3 મિશને ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલ્યું હતું. જ્યાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની પાસે સફળ લેન્ડિંગ કર્યું હતું.ISRO 2 નવેમ્બર 2025એ પોતાના શક્તિશાળી LVM3 રોકેટથી CMS-03 કોમ્યુનિકેશન સેટેલાઈટને લોન્ચ કરશે. આ LVM3ની 5મી ઓપરેશનલ ફ્લાઈટહશે. CMS-03 ભારતનું અત્યાર સુધીનું સૌથી ભારે ઉપગ્રહ હશે, જેનું વજન લગભગ 4,400 કિલો છે.
આ ઉપગ્રહ દરિયાઈ વિસ્તારો અને ભારતીય ધરતીની સંચાર સેવાઓ આપશે. અગાઉ LVM3 મિશને ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલ્યું હતું. જ્યાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની પાસે સફળ લેન્ડિંગ કર્યું હતું. LVM3 ઈસરોનું સૌથી તાકાતવર રોકેટ છે, જેને બાહુબલી પણ કહેવામાં આવે છે. આ 3 તબક્કાવાળું મધ્યમ-ભારે લિફ્ટ રોકેટ છે, જે ભારે ઉપગ્રહોને અંડાકાર જિયોસિન્ક્રોન્સ ટ્રાન્સફર ઓર્બિટમાં મોકલી શકે છે.

LVM3 ભારતની સ્વદેશી ટેક્નોલોજીનું પ્રતિક છે. તે 4 ટન સુધીના ઉપગ્રહ GTOમાં મોકલી શકે છે, જે PSLV કે GSLV Mk-2થી વધારે છે, અગાઉ વિદેશી રોકેટ્સ પર નિર્ભરતા હતી પણ હવે ઈસરો જાતે મોટા ઉપગ્રહ લોન્ચ કરે છે. 2000ના દાયકામાં શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રથમ સફળ ફ્લાઈટ 2014માં કરાઈ અને અત્યાર સુધીમાં 7 સફળ મિશન પૂર્ણ કરાયા છે. LVM3-M4એ જુલાઈ 2023માં ચંદ્રયાન-3 લોન્ચ કર્યું, વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. તેનાથી ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બન્યો.
આ રોકેટ ઉડાન દરમિયાન અલગ અલગ તબક્કામાં કામ કરે છે. પહેલી બે મિનિટમાં બુસ્ટર શરૂ થાય છે અને પછી કોર સ્ટેજ. છેલ્લા તબક્કામાં અપર સ્ટેજ ઉપગ્રહને યોગ્ય કક્ષામાં છોડી દે છે. આ સમગ્ર ઉડાન 20-25 મિનિટની હોય છે. જ્યારે CMS-03 એક મલ્ટી બેન્ડ સંચાર ઉપગ્રહ છે. જે GSAT-7R કે GSAT-N2ના નામથી પણ ઓળખાય છે. આ ખાસ કરીને ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવ્યું છે. જે દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષિત સંચાર આપશે.

