NATIONAL : PM મોદી, નીતિશ કુમાર અને મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક પોસ્ટ કરનારા શખસની જામનગરમાં ધરપકડ

0
34
meetarticle

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લોકગાયિકા મૈથિલી ઠાકુર વિરુદ્ધ વાંધાજનક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરનારા પંકજ કુમાર યાદવની ગુજરાતના જામનગરમાં ધરપકડ કરવામાં આવી છે. બિહારના દરભંગાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટે પણ આ ધરપકડની પુષ્ટિ કરી છે. 

શું છે સમગ્ર મામલો?

દરભંગા પોલીસ અનુસાર, આરોપી પંકજ કુમાર યાદવ બહેડી સ્ટેશન વિસ્તારના ઉજૈના ગામનો રહેવાસી છે. તેને Pankaj Yadav Official નામની ઈન્સ્ટાગ્રામ આઈડીથી શુક્રવારની સવારે પીએમ મોદી, સીએમ નીતિશ કુમાર અને મૈથિલી વિરુદ્ધમાં વાંધાજનક ફોટો અને રીલ પોસ્ટ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી હતી. 

પોસ્ટ વાઈરલ થતાં દરભંગા પોલીસે સાયબર પોલીસ સ્ટેશનને તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવા માટે નિર્દેશ કર્યો હતો. જેમાં રાત્રે જ આ મામલે સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા બાદ આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

કઈ રીતે થઈ પંકજ યાદવની ધરપકડ?

પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને પકડવા માટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનું લોકેશન ટ્રેસ કર્યું હતું. જેમાં આરોપી ગુજરાતમાં હોવાનું જણાયું હતું. આ પછી દરભંગા પોલીસની ટીમ ગુજરાત પોલીસનો સંપર્ક કરે છે. જેમાં લોકશન મળતાં જામનગર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, પંકજ યાદવ ગુજરાતની એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલા પિતાના નિધન બાદ પંકજ કુમાર દરભંગા ગયો હતો, પરંતુ આર્થિક મુશ્કેલીઓના કારણે ગુજરાત પરત ફર્યો હતો. સાયબર સેલના ડીએસપીના મતે, આરોપી પંકજ કુમારના ઈન્સ્ટાગ્રામ આઈડીની તપાસ બાદ ગુજરાત પોલીસની મદદથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે આરોપીને દરભંગા લઈ જઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here