રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ફરી એકવાર રેપો રેટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરિણામે રેપો રેટ હવે ઘટીને 5.25% થઈ ગયો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ ઘટાડાની જાહેરાત કરી હતી. ત્યારે આરબીઆઈના આ નિર્ણયથી હોમ લોન અને ઓટો લોન લેનારાઓને નોંધપાત્ર રાહત મળશે, કારણ કે તેમના EMIમાં ઘટાડો થશે.

લોન લેનારાઓ માટે મોટી રાહત
જે લોકો પાસે બેન્કમાંથી હોમ લોન અથવા ઓટો લોન છે, તો RBI દ્વારા રેપો રેટ પર લેવાયેલો નિર્ણય તમારા માટે મોટી રાહત છે. રેપો રેટ સીધો બેન્ક લોન સાથે જોડાયેલો છે, તેથી આ દરમાં ઘટાડો બેન્ક લોન EMI પણ ઘટાડી શકે છે. આનો અર્થ એ છે કે બેન્ક લોનના વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. ત્યારે જાણીએ કે 20 લાખ, 30લાખ અથવા 50 લાખ રૂપિયાની હોમ લોન પર EMI કેટલો ઘટાડવામાં આવશે અને નવો હપ્તો કેટલો હશે.
20 લાખ રૂપિયાની લોન પર EMIમાં કેટલો ઘટાડો થશે?
જો કોઈએ 20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની હોમ લોન તથા ઓટો લોન લીધી હોય, તો બેન્કે આ લોન 9 ટકાના વ્યાજ દરે આપી હતી. પરિણામે, તેનો માસિક EMI 17,995 રૂપિયા થશે. હવે જ્યારે RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે અને બેન્ક પણ તે મુજબ તેના લોન વ્યાજ દર ઘટાડી રહી છે, તો તમારા લોનના વ્યાજ દર ઘટીને 8.75 ટકા થઈ જશે, જેનાથી તમારો EMI 17,674 રૂપિયા થશે. આનો અર્થ એ કે તમારે દર મહિને EMIમાં 321 રૂપિયા ઓછા ચૂકવવા પડશે.
30 લાખ રૂપિયાની લોન પર કેટલી બચત થઈ શકે છે?
હવે લોનની રકમ અને વ્યાજ દરમાં આગામી ફેરફાર કરવામાં આવે તો કોઈ વ્યક્તિએ 20 વર્ષ માટે 8.50 ટકાના વ્યાજ દરે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. આ વ્યાજ દરે માસિક EMI હાલમાં 26.035 રૂપિયા છે. 0.25 ટકાના ઘટાડાના આધારે આની ગણતરી કરીએ તો, 8.25 ટકાના દરે EMI દર મહિને 25,562 રૂપિયા થશે, જેનાથી ઉધાર લેનારને દર મહિને 473 રૂપિયા અને વાર્ષિક 5,676 રૂપિયાની બચત થશે.
50 લાખ રૂપિયાની લોન લીધી હોય તો?
ધારો કે કોઈ વ્યક્તિએ 30 વર્ષ માટે બેન્કમાંથી 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે અને તે 8.5 ટકા વ્યાજ દર ચૂકવી રહી છે, તો તેમનો માસિક EMI 38,446 રૂપિયા થશે. જો બેન્ક પણ RBI રેપો રેટ કટ અનુસાર વ્યાજ દર ઘટાડીને 8.25 ટકા કરે છે, તો તે ગ્રાહકનો માસિક EMI 37,563 રૂપિયા થશે. આનો અર્થ એ કે માસિક EMI 833 રૂપિયા ઘટશે.

