આજે ઐતિહાસિક દિવસની 20મી વર્ષગાંઠ છે
12 ઓક્ટોબર 2005ના રોજ ડૉ. મનમોહનસિંહજીના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર અને શ્રીમતી સોનિયા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક માહિતીનો અધિકાર અધિનિયમ (RTI Act) અમલમાં આવ્યો હતો.
આ કાયદો યુપીએ સરકારના અધિકાર આધારિત એજન્ડાની પ્રથમ કડી હતો, જેમાં મનરેગા (2005), વન અધિકાર અધિનિયમ (2006), શિક્ષણનો અધિકાર (2009), જમીન અધિગ્રહણમાં યોગ્ય વળતરનો અધિકાર (2013) અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (2013) સામેલ હતા.

આ કાયદાનો મુખ્ય હેતુ નાગરિકોને જાહેર સત્તાધિકારીઓ પાસે ઉપલબ્ધ માહિતી સુધી પહોંચ આપીને તેમને સશક્ત બનાવવાનો હતો, જેથી શાસન વધુ પારદર્શક અને જવાબદાર બને. આ કાયદાએ ગરીબ લોકોને તેમના હક જેવા કે રેશન, પેન્શન, બાકી મજૂરી અને શિષ્યવૃત્તિ મેળવવામાં મદદ કરી છે.
2014 પછીથી માહિતીના અધિકાર કાયદાને સતત કમજોર કરવામાં આવ્યો છે, જેના કારણે દેશના પારદર્શિતા અને લોકશાહી ઢાંચા પર આઘાત થયો છે.
- કાયદા પર હુમલો (RTI Act, 2005)
- 2019ના સુધારાઓ દ્વારા માહિતી આયોગની સ્વતંત્રતા ઘટાડવામાં આવી અને કાર્યપાલિકાનો પ્રભાવ વધારવામાં આવ્યો. સુધારાથી પહેલાં કમિશનરોનો કાર્યકાળ પાંચ વર્ષનો નક્કી હતો અને તેમની સેવા શરતો સુરક્ષિત હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારને સમયગાળો અને સેવા શરતો નક્કી કરવાનો અધિકાર આપ્યો છે, જેના કારણે સ્વતંત્રતા પર પ્રભાવ પડ્યો છે.
-2023ના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમ અને ધારા 44 (3)
પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદા દ્વારા RTIની કલમ 8(1)(j)માં ફેરફાર કરીને “વ્યક્તિગત માહિતી”નો વિસ્તાર વધારવામાં આવ્યો છે, જેના કારણે જાહેર હિતની માહિતી પણ છુપાવી શકાય છે. આ RTIના મૂળ હેતુના વિરુદ્ધ છે.
મહત્વપૂર્ણ જાહેર ડેટાને “ખાનગી” ગણાવીને આ સુધારો મતદાર યાદી, ખર્ચના હિસાબ કે અન્ય જાહેર હિત સાથે જોડાયેલી માહિતીના ખુલાસાને નકારી દેવાનો રસ્તો ખોલે છે.આથી જાહેર દેખરેખની પ્રક્રિયા પર સીધી અસર પડે છે એ જ પ્રક્રિયા હતી જેના દ્વારા સાંસદ ફંડ (MPLAD Fund) ના દુરુપયોગ, મનરેગામાં ખોટા લાભાર્થીઓની નોંધણી અને અસ્પષ્ટ રાજકીય ફંડિંગ જેવી અનેક ગડબડીઓ બહાર આવી હતી.

- કેન્દ્ર અને રાજ્ય માહિતી આયોગો પર હુમલો
કેન્દ્ર માહિતી આયોગ હાલમાં તેની સૌથી નબળી સ્થિતિમાં છે. 11માંથી માત્ર બે કમિશનર કાર્યરત છે,.જ્યારે મુખ્ય કમિશનરનું પદ પણ ખાલી છે. UPA શાસનમાં આવી પરિસ્થિતી ક્યારેય ન હતી સત્વર નાગરિક સંગઠન (Satark Nagrik Sangathan) દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર, 29માંથી 7 રાજ્ય માહિતી આયોગો વિવિધ અવધિ દરમ્યાન નિષ્ક્રિય રહ્યા છે
જૂન 2024 સુધી દેશભરના 29 આયોગોમાં લગભગ 4 લાખ અને 5 હજારથી અપીલો અને ફરિયાદો લંબિત છે.
2019 કરતા આ આંકડો ડબલ છે માત્ર કેન્દ્ર માહિતી આયોગમાં જ નવેમ્બર 2024 સુધી આશરે 23,000 કેસો બાકી છે. જ્યારે નાગરિકોએ RTI મારફતે વડા પ્રધાનના વિદેશ પ્રવાસના ખર્ચ, COVID દરમિયાન ઓક્સિજનની અછતથી થયેલી મૃત્યુ સંખ્યા અથવા PM Cares Fundના ઉપયોગ અંગે માહિતી માગી, ત્યારે કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.
- વ્યક્તિગત હુમલા
ગુજરાતમાં કોડીનારમાં RTI એક્ટિવિસ્ટના મર્ડરમાં ભાજપના તત્કાલીન સાંસદ સભ્ય સુધીના લોકો પર પણ આરોપ લાગ્યા એ સિવાય દેશમાં ઘણા RTI કાર્યકરો જેમ કે શહલા મસૂદ અને સતીશ શેટ્ટીની હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેઓ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ બહાર લાવતા હતા. આવા અનેક કાર્યકરોને ધમકીઓ, હેરાનગતિ અને હિંસાનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે લોકો હવે ડરે છે અને RTIનો ઉપયોગ નિડરતાથી કરી શકતા નથી.
વિસલબ્લોઅર પ્રોટેક્શન અધિનિયમ પસાર તો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી અમલમાં આવ્યો નથી. કાયદાનો હેતુ ભ્રષ્ટાચાર અથવા ગેરરીતિઓનો પર્દાફાશ કરનારા લોકોને સુરક્ષા આપવાનો હતો, પરંતુ સરકારના ઉદાસીન વલણના કારણે એ સુરક્ષા ખાલી શબ્દોમાં જ રહી ગઈ છે.આ વિધેયક UPA સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને સંસદના બંને સદનમાં પારીત પણ થયું હતું
પરંતુ મોદી સરકારના કાર્યકાળમાં (2014 ) બાદ ન તો કાનૂન લાગુ થયું અને ન નિયમો બનાવ્યા અમેરિકા હોય કે યુરોપના અનેક દેશોમાં વિસલબ્લોઅરોને પૂરેપૂરી સુરક્ષા આપવાના કાયદા છે UPA સરકાર દ્વારા કાયદા બનવવામાં આવ્યા પણ આ ભાજપ સરકાર લાગુ નથી કરતી
કોંગ્રેસ પક્ષની માગણીઓ
- 2019ના સુધારાઓ રદ્દ કરીને માહિતી આયોગોની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવામાં આવે અને કમિશનરોને 5 વર્ષનો નિશ્ચિત કાર્યકાળ આપવામાં આવે.
- ડિજિટલ ડેટા પ્રોટેક્શન અધિનિયમની કલમ 44(3)ની સમીક્ષા કરવામાં આવે.
- તમામ ખાલી જગ્યાઓ પારદર્શક અને સમયબદ્ધ રીતે ભરી દેવામાં આવે.
- માહિતી આયોગોમાં કાર્યપ્રદર્શનના ધોરણો નક્કી કરવામાં આવે અને રિપોર્ટિંગ ફરજિયાત બને.
- ગુજરાતમાં ભ્રષ્ટાચાર બહાર લાવનાર અનેક એક્ટિવિસ્ટ ની સુરક્ષા માટે અનેક લોકોની હત્યા થઈ રહી છે ત્યારે વિસલબ્લોઅર પ્રોટેક્શન અધિનિયમને તાત્કાલિક અમલમાં લાવવામાં આવે અને RTI ઉપયોગકર્તાઓને સુરક્ષા આપવામાં આવે.
- આયોગોમાં વિવિધતા સુનિશ્ચિત કરવામાં આવે પત્રકારો, શિક્ષણવિદો, મહિલા પ્રતિનિધિઓ અને કાર્યકરોને સામેલ કરવામાં આવે.
- નીચેની કચેરીઓમાં ઓનલાઈન માહિતી માંગવાની Children માળખું ઉપલબ્ધ નથી ફક્ત અમુક કચેરીમાં સુવિધા ઉપલબ્ધ છે અમારી માંગ છે કે ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાથી લઈએ ગાંધીનગર સુધીની તમામ કચેરીઓમાં RTIની કોઈને પણ માહિતી જોઈતી હોય તો ઓનલાઈન અરજી કરીને મેળવી શકે એના માટેની વ્યવસ્થા અને માળખાની વ્યવસ્થા સરકાર કરે.
RTI કાયદો માત્ર એક કાયદો નથી — તે ભારતના નાગરિકોના સંવિધાનિક અને સામાજિક સશક્તિકરણનું શક્તિશાળી સાધન છે. RTIની 20મી વર્ષગાંઠે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ કાયદાની રક્ષા અને મજબૂત અમલ માટે પોતાની પ્રતિબદ્ધતા પુનઃદોહરાવે છે, જેથી દરેક નાગરિક નિડરપણે પ્રશ્ન પૂછી શકે અને યોગ્ય જવાબ મેળવી શકે.
REPOTER : સૌમિલ રાવલ

