ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા ભારતના ખેલ રત્ન મેજર ધ્યાનચંદજી ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દરબારહોલ છોટાઉદેપુર ખાતે સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ‘નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે સ્પર્ધાના માધ્યમથી સ્પોર્ટ્સ કલ્ચર ઊભું થાય ખેલાડીઓને શાળા કોલેજ ગામથી આગળ વધીને રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે આગળ વધે. સાથે ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીઓ ભાગ લઈ આગળ વધે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
જિલ્લા કલેકટર ગાર્ગી જૈને સ્પોર્ટ્સ વિશે જણાવતા કહ્યું કે, સ્પોર્ટ્સ આપણા માટે ખુબ જરૂરી છે જેના થકી વિદ્યાર્થીઓમાં ક્રીએટીવીટી અને પોસિટીવીટી ડેવલપ થાય છે. સ્પોર્ટ્સમાં સારા હોય તો જીવનના પાસાઓમાં પણ સારી રીતે આગળ વધી શકીશું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ફીટ ઇન્ડિયામાં પણ સ્પોર્ટ્સ ખુબ અગત્યનું છે જેમાં આપણે ફીટ રહી આપણો વિકાસ પણ સારી રીતે કરી શકીએ છે. છોટાઉદેપુર જિલ્લાના રમતવીરો માટે એક વર્ષમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ થાય તે દિશામાં જિલ્લા વહીવટીતંત્ર આયોજન કરી રહ્યા છે. જેથી ૨૦૩૬માં ભારતમાં યોજાનાર ઓલ્પ્મિક ગેમ્સ સુધી આપણા જિલ્લાના બાળકો પ્રદર્શન કરી શકે. સાથે ખેલ મહાકુંભ શરુ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરી સ્પર્ધાઓમાં ભાગ લે. સ્પર્ધાઓમાં પહેલો, બીજો અને ત્રીજા ક્રમે આવવું એ જરૂરી પણ સ્પર્ધામાં ભાગ લેવું એ પણ ખુબ મહત્વનું છે. જિલ્લાના દરેક બાળકો રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લઈ રાજ્ય, રાષ્ટ્રીય અને વિશ્વ સ્તરે ભાગ લઈ મેડલ લાવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ફિટ ઇન્ડિયા અંગે પ્રતિજ્ઞા લીધી હતી. છોટાઉદેપુરની શાળાના બાળકો દ્વારા જુડો, ટેકવેન્ડો અને કુસ્તીનું ડેમોસ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, પ્રાંત અધિકારી મુસ્કાન, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા સહીત વિવિધ શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર સોહેલ પઠાણ છોટાઉદેપુર





