GUJARAT : સિધ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરાઈ, યુનિવર્સિટી કેમ્પસમાં વિઘ્નહર્તા ગણપતિ દાદાની સ્થાપના પણ કરાઈ.

0
121
meetarticle

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય રમત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં વિશેષ નિષ્ણાતો દ્વારા રમતગમતના મહત્વ પર ઉદ્દબોધન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને તંદુરસ્ત જીવનશૈલી, શિસ્ત અને ટીમવર્ક તરફ પ્રેરિત કરતી આ ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ખાસ દિવસે રમતના ક્ષેત્રે પ્રતિભા દેખાવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું.


આ અવસરે ઈન્જિનિયરિંગના નવા વિદ્યાર્થીઓ માટે ફ્રેશર્સ પાર્ટીનું પણ આયોજન કરાયું હતું, જેમાં મજા મસ્તી, સંગીત અને નૃત્ય સાથે યાદગાર પળો સર્જાઈ. જૂના અને નવા વિદ્યાર્થીઓ વચ્ચે સ્નેહનું નવસર્જન કરતા આ કાર્યક્રમમાં ઉત્સાહની લહેર છવાઈ ગઈ.


કેમ્પસમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની પૂજાનું પણ પાવન આયોજન કરવામાં આવ્યું. ભક્તિમય માહોલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભક્તિભાવે ભાગ લીધો અને ગણેશજીની કૃપા માટે આરતી સાથે પ્રાર્થના કરી. પૂજા બાદ પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર દિવસ આનંદમય રહ્યો.


આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વડોદરાના ડીન ડો. રણછોડ રથવી, રજીસ્ટર ડૉ. હિમંતસિંહ રાજપૂત , ડૉ. કનુભાઈ પટેલ – એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર; ડૉ. રણજીતકુમાર – ડીન, એન્જિનિયરિંગ કોલેજ; ડૉ. અરવિંદકુમાર ચૌહાણ – અકાડેમિક ડિરેક્ટર; ડૉ. દિવ્યેશ રાવલ -સ્પોર્ટ્સ ડિરેક્ટર. સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here