દેશની સૌથી જૂની અને સૌથી વિશ્વસનીય જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક ફરી એક વખત કૌભાંડને કારણે હેડલાઇન્સમાં છે. બેંકે નિયમનકારી સંસ્થા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને જાણ કરી છે કે તેની સાથે આશરે રૂ. ૨૪૩૪ કરોડની છેતરપિંડી થઈ છે. કોલકાતા સ્થિત નાદાર શ્રેય ગ્રુપની બે કંપનીઓએ પીએનબીને આ ચૂનો લગાડયો છે.

સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, છેતરપિંડી બે અલગ-અલગ ખાતાઓમાં થઈ છે : શ્રેય ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ લિમિટેડ અને શ્રેય ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઈનાન્સ લિમિટેડ. આ બંને લોન એકાઉન્ટોમાં નિયમોનું ઉલ્લંઘન અને ભંડોળના દુરુપયોગના સંકેતો જોવા મળ્યા છે.ખાતામાં રૂ. ૧૧૯૩ કરોડની છેતરપિંડી મળી આવી છે. આમ કુલ રકમ ૨૪૩૪ કરોડ રૂપિયા થાય છે. બેંકે અહેવાલમાં આ સ્કેમને ‘ઉધાર લેવાની છેતરપિંડી’ તરીકે વર્ગીકૃત કરી છે, જેનો સીધો અર્થ એ છે કે લોન પ્રાપ્તિ અથવા તેના ઉપયોગ દરમિયાન નોંધપાત્ર છેતરપિંડી કરવામાં આવી છે. સામાન્ય શબ્દોમાં સમજીએ તો કંપનીએ કોઈ ચોક્કસ પ્રોજેક્ટ અથવા કાર્ય માટે બેંક પાસેથી લોન લીધી પરંતુ પૈસા ત્યાં ખર્ચવાને બદલે અન્ય હેતુઓ માટે કરે છે અથવા અન્ય કંપનીઓમાં વાળે છે અને ત્યાંથી ઉઠાંતરી કરે છે.
૧૯૮૯માં સ્થપાયેલ શ્રેય ગ્રુપ મુખ્યત્વે બાંધકામ પ્રોજેક્ટ્સમાં વપરાતી મશીનરીને ભંડોળ પૂરું પાડતું હતું પરંતુ સમય જતાં, કંપની પર દેવાનો બોજ વધતો ગયો અને પૈસા ચૂકવવામાં નિષ્ફળ ગયું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ઓક્ટોબર, ૨૦૨૧માં આરબીઆઈએ સ્વતથ સંજ્ઞાાન લઈને હસ્તક્ષેપ કરવો પડયો. ગવર્નન્સ ખામીઓ અને આશરે રૂ. ૨૮,૦૦૦ કરોડના ડિફોલ્ટને કારણે કંપનીના બોર્ડને વિસર્જિત કર્યું. જોકે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની દ્વારા રિઝોલ્યુશન પ્લાનને પાછળથી મંજૂરી આપવામાં આવી હતી, તપાસ હજુ પણ ચાલુ છે.

