NATIONAL : UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ વિચાર નથી: RBI ગવર્નર સંજય મલ્હોત્રાની સ્પષ્ટતા

0
48
meetarticle

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે મોનેટરી પોલિસીની બેઠકના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે એક મોટી સ્પષ્ટતા પણ કરવામાં આવી કે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી. જીડીપી વિકાસ દરનો અંદાજ વધાર્યો

આરબીઆઇ ગવર્નરની આ સ્પષ્ટતા સાથે જ કરોડો યુપીઆઇ યુઝર્સે રાહતના શ્વાસ લીધા હતા. આ સાથે આરબીઆઇ ગવર્નરે દેશના જીડીપી વિકાસ દરનો અંદાજ વધારીને 6.8% સુધી કરી દીધો છે.

રેપો રેટ કેટલો?

ઉલ્લેખનીય છે કે આરબીઆઇનો મોનિટરી પોલિસીની બેઠકના પરિણામ જાહેર કરતાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી અને તેને 5.5% પર યથાવત્ રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં આરબીઆઇ દ્વારા ઘટાડાની આશા રાખી રહ્યા હતા. જ્યારે મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઈ રહી હતી. જોકે હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે અને આરબીઆઇએ રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે જેનાથી હવે લોકોના ઈએમઆઇમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here