વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયન (EU)ના અધ્યક્ષા ઉર્સુલા વોન ડેર લેયેને ભારત-EU વચ્ચે ઐતિહાસિક ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કરીને વિશ્વભરમાં નવા યુગની અને નવા સંબંધોની શરૂઆત કરી છે. આ સાથે ટેરિફને લઈને ભારત પર દબાણ કરનારા અમેરિકાને પણ મોસોજ મેસેજ મળી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અને ટ્રેડ યુદ્ધનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ જ સમયમાં ભારતે ઈયુ સાથે અત્યાર સુધીની સૌથી મોટો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે અને ટ્રમ્પને સંદેશ આપ્યો છે કે, નિયમ મુજબની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં એકમાત્ર વેપાર ભાગીદારી જ સર્વોપરી છે, ધમકી કે ટેરિફ નહીં…

ભારત-EUના સંબંધો નવી ઊંચાઈ પર : PM મોદી
ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.‘
સંરક્ષણ-સુરક્ષા માટેની ભાગીદારી વધુ મજબુત બનશે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ‘ભારત-યુરોપિયને વૈશ્વિક કલ્યાણ માટે આ ભાગીદારી કરી છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ભારત નિયમ આધારિત આંતરરાષ્ટ્રી વ્યવસ્થાને માને છે. સંરક્ષણ અને સુરક્ષામાં ભાગીદારી એ કોઈપણ વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો છે. આજે અમે આ ક્ષેત્રોમાં ભાગીદારીને ઔપચારિક રૂપ આપી રહ્યા છે. આનાથી કાઉન્ટર ટેરરિઝમ, દરિયાઈ સુરક્ષા અને સાયબર સુરક્ષામાં અમારી ઈયુ સાથેની ભાગીદારી વધુ મજબૂત બનશે.’
વડાપ્રધાન મોદીએ વિશ્વને સંદેશ આપતા એવું પણ કહ્યું છે કે, ‘ભાગીદારી પ્રત્યે ભારત-ઈયુની પ્રતિબદ્ધતાએ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પણ બદલી નાખશે.’
ભારતનો અમેરિકાને સંદેશ !
વડાપ્રધાન મોદીએ વર્તમાન વૈશ્વિક સ્થિતિ પર ટિપ્પણી કરીને તે દેશોને સંદેશ આપ્યો છે, જેઓ પોતાને વિશ્વના નેતા માને છે. તેમણે કહ્યું કે, ‘આજે ગ્લોબલ ઓર્ડરમાં મોટી ઉથલ-પાથલ છે. આ પડકાર વચ્ચે ભારત-ઈયુની ભાગીદારી વૈશ્વિક સિસ્ટમની સ્થિરતાને વધુ મજબૂત કરશે. આ મામલે અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો પેસિફિક સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે.’
‘વૈશ્વિક સંસ્થાઓનું રિફોર્મ્સ કરવું જરૂરી’
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સહિત વિશ્વભરના દેશોને સંદેશ આપતા કહ્યું કે, વિશ્વમાં બહુપક્ષવાદ અને આંતરરાષ્ટ્રીય નિયમોના સન્માનને પ્રાથમિકતા આપવી જોઈએ. ભારત અને ઈયુનો એકમત છે કે, વર્તમાન પડકારોનો નિવેળો લાવવા માટે વૈશ્વિક સંસ્થાઓનું રિફોર્મ્સ કરવું જરૂરી છે. દેશોના સંબંધોમાં ક્યારેક એવો સમય આવે છે, જ્યારે ઈતિહાસ પોતે કહે છે કે, અહીંથી દિશા બદલાઈ, અહીંથી એક નવા યુગનું શરૂઆત થઈ. આજે તે ક્ષણ છે.‘
તાલમેલથી જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો’
ઈયુના અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેયેને કહ્યું કે, ‘જ્યારે ભારત સફળ થાય છે, ત્યારે વિશ્વ સમુદ્ર, સલામત અને સુરક્ષિત અનુભવે છે. વિશ્વની ચોથી સૌથું મોટું અર્થતંત્ર ભાગીદારી કરી રહ્યું છે, જે સંદેશ આપે છે કે, ભાગીદારી અને તાલમેલથી જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.’ ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહેલા ઈયુના અધ્યક્ષાએ ટ્રમ્પનું નામ લીધા વગર સંદેશ આપ્યો છે કે, ‘અમે કરી બતાવ્યું છે, અમે મધર ઓફ ઓલ ડીલ્સ પર હસ્તાક્ષર કર્યા છે. આ બે દિગ્ગજોની કહાની છે. અમે વ્યૂહાત્મક નિર્ભરતા ઘટાડી છે. આ એક ઐતિહાસિક ફેરબદલ છે. યુરોપ અને ભારત હંમેશા પ્રગતિને પસંદ કરશે.’
ભારત-EU વચ્ચે ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ
ઉલ્લેખનીય છે કે, ભારત-ઈયુએ ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું છે. આશરે 18 વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી છે. આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે. યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે 26 જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને 27 જાન્યુઆરીએ આયોજિત 16માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું.

