NATIONAL : ઇસરો આજે 4,400 કિ.ગ્રા.નો ઉપગ્રહ અવકાશમાં છોડશે

0
47
meetarticle

ભારતનું પ્રસિદ્ધ લોન્ચ વ્હીકલ એલવીએમ-૩ રોકેટ બીજી નવેમ્બરના રોજ એટલે કે રવિવારના રોજ તેનું પાંચમાં ઉડ્ડયન કરશે. આ ઉડાન એલવીએમ૩-એમફાઇવના નામથી ઓળખાશે. આ ઉડાન દ્વારા ભારતના સૌથી વધુ વજનવાળા કમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ-૦૩ને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.આ ઉપગ્રહ ભારતીય નૌકાદળ માટે ખાસ છે. તેનાથી સમુદ્રી વિસ્તારોમાં સંચાર પ્રણાલિ વધુ મજબૂત બનશે. આ ઉપરાંત ઓપરેશન સિંદૂર જેવા મહત્વના અભિયાનોમાંથી શીખવામાં આવેલા પદાર્થપાઠોમાં વધુ મજબૂત બનાવશે.

એલવીએમ-૩ ઇસરોનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ છે. તેનું પૂરુ નામ લોન્ચ વ્હીકલ માર્ક-૩ છે. આ રોકેટ વજનવાળી વસ્તુઓને કે ઉપગ્રહોને અંતરિક્ષમાં લઈ જવા બનાવવામાં આવ્યું છે. તેણે તેની ચારેય પહેલી ઉડાનમાં સારી કામગીરી બજાવી છે. તેમા તાજેતરની ઉડાન ચંદ્રયાન -૩ની હતી. તેના દ્વારા ભારત ચંદ્ર પર દક્ષિણ ધુ્રવની પાસે પહેલી વખત સફલ ઉતરાણ કરનારો દેશ બન્યો.

સીએમએસ-૩નું પૂરુ નામ કમ્યુનિકેશન સેટેલાઇટ મિશન-૦૩ છે. તે મલ્ટી બેન્ચ સંચાર ઉપગ્રહ છે. તેનું વજન ૪,૪૦૦ કિલોગ્રામ છે. તે ભારતમાંથી જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (જીટીઓ)મોં મોકલવામાં આવનારો સૌથી ભારે ઉપગ્રહ હશે. જીટીઓ એક એવી કક્ષા છે જ્યાંથી ઉપગ્રહને સરળતાથી જિયોસ્ટેશનરી ઓર્બિટમાં પહોંચાડવામાં આવે છે. અહીં તે પૃથ્વી પર સતત ફરતો રહેશે, સતત સંપર્ક રાખશે. આ ઉપગ્રહ સાત વર્ષ સુધી કામ કરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here