NATIONAL : દિલ્હી બાદ બોમ્બે હાઈકોર્ટને પણ મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવી તપાસનો ધમધમાટ

0
82
meetarticle

દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે બપોરે બોમ્બની ધમકી મળતાં હડકંપ મચ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, લગભગ 40 મિનિટ પહેલાં એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં કોર્ટના પરિસરમાં ત્રણ બોમ્બ મૂક્યા હોવાની અને બપોરે બે વાગ્યા સુધી હાઈકોર્ટ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેઈલમાં અમુક જાણીતા નેતાઓના નામ અને રાજકીય નિવેદનો પણ હતાં. દિલ્હી હાઈકોર્ટ બાદ બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી બાદ તાત્કાલિક ધોરણે બોમ્બે હાઈકોર્ટ પણ ખાલી કરાવવામાં આવી હતી.

સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લેતાં તમામ જસ્ટિસને તેમની ચેમ્બરમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તદુપરાંત વકીલો, સ્ટાફ અને હાજર તમામ લોકોને હાઈકોર્ટ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ સ્ક્વોડ, સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસની ટુકડી તૈનાત કરવામાં આવી છે. પરિસરમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે. પોલીસને આસપાસના વિસ્તારોને પણ ખાલી કરાવી જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. 

મેઈલમાં આપી આ ધમકી

મેઈલમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાઈકોર્ટના પરિસરમાં ત્રણ બોમ્બ મુકવામાં આવ્યા છે. તમામને બપોરના બે વાગ્યા સુધી હાઈકોર્ટ ખાલી કરવા આદેશ આપ્યો છે. મેઈલમાં એક અસામાજિક-આક્રમક રાજકીય સંદેશ પણ હતો, જેમાં અમુક નેતાઓને નિશાન બનાવતાં તેમની વિરૂદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતું. અમુક ખાસ નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અધિકારીઓએ જણાવ્યું કે, મેઈલની ભાષા અને સંદર્ભ આ ઘટના ‘ઈન્સાઈડ જોબ’ હોવાનો સંકેત આપી રહી છે.

 ડીએમકેનો ઉલ્લેખ કરતાં આપી સલાહ

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મેઈલમાં તમિલનાડુની રાજકીય પાર્ટી ડીએમકેનો પણ ઉલ્લેખ છે. તેમાં જણાવ્યું છે કે, અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે, ડો. એઝિલન નાગનાથનને ડીએમકેની કમાન સંભાળવી જોઈએ. તેની સાથે મેઈલમાં ધમકી આપવામાં આવી છે કે ,ઉદયનિધિ સ્ટાલિનના પુત્ર ઈનબાનિધિ ઉદયનિધને એસિડથી સળગાવવામાં આવે.

જજની ચેમ્બરમાં થશે બ્લાસ્ટ

મેઈલમાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો કે, એજન્સીઓને આ અંગે જરા પણ જાણ નહીં થાય કે, આ કોઈ આંતરિક કાવતરું છે. તમારી દિલ્હી હાઈકોર્ટમાં આજનો બ્લાસ્ટ પાછલી તમામ શંકા-કુશંકાને દૂર કરી દેશે. આજે બપોરે ઈસ્લામી નમાજ બાદ તુરંત જજની ચેમ્બરમાં બ્લાસ્ટ થશે. પોલીસે મેઈલની ગંભીરતાને ધ્યાનમાં લેતાં તેની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. મેઈલ કયાં આઈપી એડ્રેસ-સર્વર પરથી આવ્યો છે, તેના હેડર સાથે શું છેડછાડ કરવામાં આવી છે. તેની ઓળખ થઈ રહી છે. તેમજ મેઈલમાં જે-જે નામનો ઉલ્લેખ છે, તેમની સુરક્ષા વધારવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here