NATIONAL : દેશ છોડીને ભાગતા ગુનેગારોને રોકવા ઓનલાઈન લુકઆઉટ નોટિસનું પોર્ટલ શરૂ કરાયું

0
57
meetarticle

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ વિદેશી અને ભારતીય નાગરિકો માટે લૂકઆઉટ નોટિસ (LOC) જાહેર કરવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. આ નિર્ણયથી અગાઉની મેન્યુઅલ અને ઈ-મેલ આધારિત પ્રક્રિયાનો અંત આવશે અને કાર્યવાહીમાં વધુ પારદર્શિતા આવશે.

ઓનલાઈન પોર્ટલનો ઉદ્દેશ્ય

CBIC દ્વારા 13મી ઓક્ટોબરે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે LOC માટેનું આ પોર્ટલ (જે 31મી માર્ચ 2024થી કાર્યરત છે) દેશભરમાં યોગ્ય સમયે નોટિસ પહોંચાડવા અને તેને લગતી કાર્યવાહીને અસરકારકતા તેમજ પારદર્શકતાથી પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું છે.

નોડલ અધિકારીઓની નિમણૂક

આ નવી ઓનલાઈન પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે ત્રણ મુખ્ય સંસ્થાઓમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. પોર્ટલ પર કામગીરી કરવા માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI), ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI), કસ્ટમ્સ, અને CGSTના અધિકારીઓએ નિયુક્ત નોડલ ઓફિસર સાથે સંકલન સાધવું પડશે.સંકલન માટે નોડલ હેડ

•અધિકારીઓએ તેમના વિભાગીય વડા સાથે સંકલનમાં રહેવાનું રહેશે.

•ડીઆરઆઈના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડીજી-ડીઆરઆઈના સંપર્કમાં રહેવું.

•ડીજીજીઆઈના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડી.જી.-ડીજીજીઆઈના સંપર્કમાં રહેવું.

•સીજીએસટીના અધિકારીઓએ પ્રિન્સિપાલ ચીફ કમિશનર સીજીએસટીના સંપર્કમાં રહેવું.

•કસ્ટમ્સ અને કસ્ટમ્સ પ્રીવેન્ટિવના અધિકારીઓએ ચીફ કમિશનર, દિલ્હી કસ્ટમ્સના સંપર્કમાં રહેવું.

પ્રક્રિયા અને માર્ગદર્શિકા

CBIC એ જણાવ્યું છે કે અધિકારીઓના ડેઝિગ્નેશનને આધારે નોડલ ઓફિસરના લોગ ઇન ક્રિડેન્શિયલ નક્કી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા માટેની વિગતવાર ગાઈડલાઈન્સ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, જેનું દરેક અધિકારીએ અનુસરણ કરવાનું રહેશે. પોર્ટલ પર કામ કરવામાં કોઈ તકલીફ પડે તો માત્ર નોડલ અધિકારીનો જ સંપર્ક કરવાનો રહેશે.

આ ઓનલાઈન પ્રક્રિયા શરૂ થવાથી હવે માનવીય હસ્તક્ષેપ આધારિત તમામ પ્રક્રિયા પરનો મદાર ઓછો થશે, જેનાથી લૂકઆઉટ નોટિસ જારી કરવાની કામગીરી વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here