NATIONAL : દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

0
54
meetarticle

દેશભરમાં નવરાત્રિના પહેલા દિવસે જીએસટીમાં ભારે કાપની ભેટ આપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક આનંદના સમાચાર આપ્યા છે. વડાપ્રધાને ભવિષ્યમાં ટેક્સમાં વધુ કાપના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, અર્થતંત્ર મજબૂત થવા સાથે ભવિષ્યમાં ટેક્સ ઘટતો જશે. ૨૦૧૪માં એક લાખની ખરીદી પર અંદાજે ૨૫,૦૦૦નો ટેક્સ લાગતો હતો, જે હવે ઘટીને ૫-૬ હજાર રહી ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરતા ગુરુવારે જીેસટીમાં થયેલા કાપ અને તેનાથી થઈ રહેલી બચતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ તેમાં વધુ ઘટાડો થવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું, આજે દેશ જીએસટી બચત ઉત્સવ ઊજવી રહ્યો છે. હું આપને જણાવવા માગું છું કે અમે અહીં જ રોકાવાના નથી. વર્ષ ૨૦૧૭માં અમે જીએસટી લાવ્યા અને આર્થિક મજબૂતીનું કામ કર્યું હતું. ૨૦૦૨૫માં ફરી જીએસટીમાં સુધારો લાવ્યા. ફરી આર્થિક મજબૂતી કરીશું અને જેમ જેમ આર્થિક મજબૂતી થશે તેમ ટેક્સનો બોજ ઘટાડતા રહીશું. દેશવાસીઓના આશીર્વાદથી જીએસટી સુધારાનો સિલસિલો સતત ચાલતો રહેશે.પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ ૨૦૧૪ પહલા એટલા બધા ટેક્સ હતા કે એક પ્રકારે ટેક્સની જંજાળ હતી. તેના કારણે બિઝનેસની કોસ્ટ અને પરિવારનું બજેટ બંને ક્યારેય સંતુલિત બની શકતા નહોતા. રૂ. ૧,૦૦૦ની શર્ટ પર રૂ. ૧૧૭ ટેક્સ લાગતો હતો. વર્ષ ૨૦૧૭માં અમે જીએસટી લાવ્યા તો પહેલા જીએસટીમાં રૂ. ૧૭૦થી ઘટાડીને રૂ. ૫૦ કરાયા અને હવે ૨૨ સપ્ટેમ્બર પછી એ જ શર્ટ પર માત્ર રૂ. ૩૫ આપવા પડે છે. વર્ષ ૨૦૧૪માં ટૂથપેસ્ટ, તેલ, શેમ્પૂ વગેરે પર કોઈ રૂ. ૧૦૦ ખર્ચ કરતું હતું તો ૩૧ રૂપિયા ટેક્સ લાગતો હતો. વર્ષ ૨૦૧૭માં ટેક્સ રૂ. ૧૮ થઈ ગયો. હવે તે જ સામાન રૂ. ૧૦૫માં મળશે. તેમણે ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૪ પહેલા એક ટ્રેક્ટર ખરીદતા રૂ. ૭૦,૦૦૦થી વધુ ટેક્સ આપવો પડતો હતો. હવે તે જ ટ્રેક્ટર પર માત્ર રૂ. ૩૦ હજારનો ટેક્સ આપવો પડે છે. ખેડૂતોને એક ટ્રેક્ટર પર રૂ. ૪૦,૦૦૦ની બચ થઈ રહી છે. થ્રી-વ્હિલર પર ત્યારે રૂ. ૫૫,૦૦૦નો ટેક્સ લાગતો હતો, હવે તેના પર જીએસટી રૂ. ૩૫ હજાર થઈ ગયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here