NATIONAL : દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કરાયો

0
30
meetarticle

મુંબઇ તેલ- બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ બે તરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. નવા વેપાર ધીમા હતા. દરમિયાન,  અમેરિકાએ  વેનેઝાએલા પર હુમલો કર્યા પછી વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઉંચકાતાં  તેની હવે વૈશ્વિક ખાદ્યતેલોની બજાર પર પોઝીટીવ ઇમ્પેક્ટ પડવાની શક્યતા વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, ઘર આંગણે સૌરાષ્ટ્ર ખાતે  સિંગતેલના ભાવ ગોંડલ ખાતે રૂ. ૧૫૭૫થી ૧૬૦૦ તથા કોટન વોશ્ડના ભાવ રૂ. ૧૨૦૫થી ૧૨૧૫ રહ્યા હતા. આ ભાવોએ  ત્યાં બાયર્સ રસ બતાવી રહ્યા હતા. 

ત્યાં કોટન રિફાઇન્ડના ભાવ રૂ. ૧૨૪૫થી ૧૨૫૦ રહ્યા હતા. કંડલા ખાતે  ક્રૂડ પામ  ઓઇલ  સીપીઓના ભાવ રૂ. ૯૯૫ રહ્યા હતા. નવી મુંબઇ બંદરે સોયાતેલના ભાવ રૂ. ૧૦૬૦ તથા ફોરવર્ડના રૂ. ૧૦૭૦ જ્યારે સન ફ્લાવર ક્રૂડ- કાચાના ભાવ રૂ. ૧૪૪૦ રહ્યા હતાં. 

મગફળીના ભાવ સૌરાષ્ટ્રમાં ગોંડલ ખાતે ૨૦ કિલોના જાતવાર રૂ. ૧૨૦૦થી ૧૪૦૦ રહ્યા હતા. રાજકોટ ખાતે પણ ભાવ આ જ  રેન્જમાં રહ્યા હતા. સાઉદી અરેબીયા તથા યમન વચ્ચે પણ ઘર્ષણ વધ્યાના વાવડ મળ્યા હતા. આની અસર પણ વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ પર પડવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઇટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૧૦ પોઇન્ટ ઘટયા હતા જ્યારે ત્યાં સોયાતેલના ભાવ ૮૦ પોઇન્ટ વધ્યા હતા. સામે ત્યાં સોયાખોળના ભાવ ઓવરનાઇટ ૩૫ પોઇન્ટથી  પીછેહટ  બતાવી રહ્યા હતા.

 દરમિયાન, ભારતમાં ઇમ્પોટરો માટે સરકારે ડોલરનાકસ્ટમ એક્સચેન્જ દર   રૂ. ૯૧.૨૫થી ઘટાડી રૂ. ૯૦.૮૦ કર્યાના સમાચાર હતા. આના પગલે દેશમાં આયાત તથા વિવિધ ખાદ્ય તેલોની ઇફેક્ટીવ  ઇમ્પોર્ટ ડયુટીમાં તેટલા પ્રમાણમાં ઘટાડો થવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતાં. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here