NATIONAL : નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી

0
29
meetarticle

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો મતદારોને રિઝવવામાં લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે મુઝફ્ફરપુરમાં એક જંગી સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

બિહારીઓનું ભવિષ્ય બિહારમાં નથી રહ્યું : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજે બિહારના યુવાનો પાસે પોતાના જ રાજ્યમાં કોઈ ભવિષ્ય બચ્યું નથી. બિહારીઓનું ભવિષ્ય બિહારમાં નથી, આ જ સત્ય છે. નીતિશ કુમાર છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે, પોતાને અત્યંત પછાત ગણાવે છે. તો પછી તમે કહો કે, તેમણે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટે શું કર્યું?’

‘બિહારને રોજગાર, શિક્ષણ, આરોગ્ય સુવિધા મળે તે અમારી કલ્પના’

તેમણે જનતાને સવાલ કર્યો કે, ‘શું લોકો એવા રાજ્યમાં રહેવા માંગે છે, જ્યાં શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી પાયાની સુવિધાઓ ન મળે? કોંગ્રેસ અને અમારા સાથી પક્ષો એવા બિહારની કલ્પના કરે છે, જ્યાં દરેક યુવાનને રોજગાર મળે અને દરેક પરિવારને બહેતર શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ મળે.’

નીતિશ માત્ર ચહેરો, રિમોટ ભાજપના હાથમાં : કોંગ્રેસ નેતા

મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘નીતિશ કુમાર માત્ર ચહેરો છે, પરંતુ સત્તાનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે. તમે એવું ન વિચારો કે, ત્યાં પછાત અને દલિતોનો અવાજ સાંભળવામાં આવે છે. ત્યાં ત્રણ-ચાર લોકો બધુ કંટ્રોલ કરે છે. ભાજપ પાસે રિમોટ છે અને તેમને સામાજિક ન્યાય સાથે કોઈ લેવાદેવા નથી.’વડાપ્રધાન મોદીજીને ફક્ત વોટથી મતલબ : રાહુલ

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર ધાર્મિક અને સાંસ્કૃતિક મુદ્દાઓને લઈને પણ નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘અહીં યમુના નથી, પરંતુ તળાવ છે છતાં નરેન્દ્ર મોદી તેમાં નાહવા જતા રહ્યા. તેમને છઠ્ઠ પૂજા કે યમુનાથી કોઈ મતલબ નથી, તેમને માત્ર તમારો વોટ જોઈએ છે. જો તમે કહેશો તો તેઓ નાચશે પણ. તેઓ ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here