બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે છેલ્લા વર્ષથી રાજ્યનું ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું પણ આ વખતે તેમણે ગૃહ મંત્રાલય ભાજપના નેતા અને રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરીને આપ્યું છે તેમ એક સત્તાવાર નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ ભાજપે બિહારમાં જેટલી પણ વખત જદ(યુ) સાથે ગઠબંધન કર્યુ છે તેણે રાજ્યનું નાણા મંત્રાલય પોતાની પાસ રાખ્યું હતું પણ આ વખતે પ્રથમ વખત રાજ્યનું નાણા મંત્રાલય જદ(યુ)ને આપવામાં આવ્યું છે.
જદ(યુ)ના વરિષ્ઠ નેતા બિજેન્દ્ર પ્રસાદ યાદવને નાણા મંત્રાલય અને કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર રાજ્યના અન્ય નાયબ મુખ્યપ્રધાન વિજય કુમાર સિંહાને મહેસૂલ અને જમીન સુધારણા તથા માઇન્સ તથા જીઓલોજી ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યા છે.મુખ્યપ્રધાન નીતીશકુમારે પોતાની પાસે સામાન્ય વહીવટી વિભાગ, કેબિનેટ સચિવાલય અને વિજિલન્સ વિભાગ પોતાના પાસે રાખ્યું છે.
જદ(યુ)ના વરિષ્ઠ નેતા શ્રવણ કુમારને ગ્રામીણ વિકાસ અને પરિવહન વિભાગ આપવામાં આવ્યું છે. તેમના પક્ષના અન્ય એક સાથી અશોક ચૌધરીએ ગ્રામીણ વિકાસ વિભાગ આપવામાં આવ્યું છે.
જદ(યુ) નેતા વિજય ચૌધરીને બિલ્ડિંગ કન્સ્ટ્રકશન, જળ સંશાધન મંત્રાલય આપવામાં આવ્યું છે. ભાજપના શ્રેયસી સિંહને સ્પોર્ટ્સ તથા ઇન્ફરમેશન ટેકનોલોજી વિભાગ ફાળવવામાં આવ્યું છે.

