NATIONAL : નેપાળમાં બાલેન શાહનો સપાટો : પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડ

0
15
meetarticle

નેપાળમાં વડાપ્રધાન બનવાની સાથે જ બાલેન શાહે આકરા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. તેના ભાગરુપે તેમણે ભૂતપૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડના આદેશ આપ્યા છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખક અને પૂર્વ ડીજીપીની ધરપકડના પણ આદેશ આપ્યા છે. તેમને પર જનરેશન ઝેડ આંદોલન વખતે બેદરકારી દાખવવાનો અને તેના પછી આકરા પગલાં લેવાનો આરોપ મૂકવામાં આવ્યોછે.

કેે.પી. શર્મા ઓલીએ આ પગલાને રાજકીય વૈર-વૃત્તિ ભર્યું કહ્યું છે.બાલેન શાહે જનરેશન ઝેડના આંદોલન સમયે અગ્રીમ ભાગ લીધો હતો, તે આંદોલનમાં બેદરકારી દર્શાવાનો અને પછીથી અત્યંત કડક પગલાં લેવાનો ઓલી અને અન્યો ઉપર આક્ષેપ છે.

ગત વર્ષે થયેલાં આ આંદોલન અને તેથી ભડકેલી હિંસાના કારણો શોધવા એક વિશેષ ગૌરી બહાદુર કાર્કીનાં નેતૃત્વ નીચે એક કમિશન રચવામાં આવ્યું હતું. તેણે ગત વર્ષની ૮મી સપ્ટેમ્બરે થયેલાં રમખાણો અને તે દરમિયાન થયેલા ૭૭થી વધુ મૃત્યુ માટે તે ત્રણેને જવાબદાર ઠરાવતાં તેમની (કે.પી. શર્મા ઓલીની) ધરપકડ પણ કરવામાં આવી હતી. નેપાળની કોમ્યુનિષ્ટ પાર્ટી (વેનિનીસ્ટ માર્કનિસ્ટ) એ આ પગલાંને વખોડી કાઢતાં કહ્યું હતું કે તેઓની ધરપકડ કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી.

ઉલ્લેખનીય છે કે ઓલી અને રમેશચંદ્ર લેખક આ પાર્ટીના નેતાઓ છે. આ પાર્ટી ખુલ્લેઆમ ચીન તરફી છે. તે પણ સર્વવિદિત છે. ઓલી શાસન દરમિયાન નેપાળમાં ચીન તરફી આ પાર્ટીનું વર્ચસ્વ છવાયેલું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here