આઠમા વર્લ્ડ એર ક્વાલિટી રિપોર્ટ અનુસાર વિશ્વમાં પાકિસ્તાન સૌથી વધારે પ્રદૂષિત શહેર છે. પાકિસ્તાન પછી બાંગ્લાદેશ તથા તજિકિસ્તાનનો ક્રમ આવે છે. આ રિપોર્ટમાં ભારતનો છઠ્ઠો ક્રમ છે.

સ્વીસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપની આઇક્યુએર દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટની વર્ષ ૨૦૨૫ની આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે. આ રિપોર્ટ ૧૪૩ દેશોના ૯૪૪૬ શહેરોમાં સર્વે કર્યા પછી જાહેર કરવામાં આવ્યો છે.
આ ડેટા ૪૦,૦૦૦થી વધુ રેગ્યુલેટરી મોનિટરિંગ સ્ટેશનો અને ઓછા ખર્ચવાળા સેન્સરથી લેવામાં આવ્યો છે. આ મોનિટરિંગ સ્ટેશનો સરકારી એજન્સીઓ, યુનિવર્સિટી, એનજીઓ, ખાનગી કંપનીઓ અને સક્રિય વૈજ્ઞાાનિક સામેલ છે.વિશ્વનાં સૌથી વધારે પ્રદૂષિત દેશોમાં ચીન ૨૦મા સ્થાને છે. જ્યારે અમેરિકા ૧૨૦મા તથા બ્રિટન ૧૧૦મા ક્રમે છે.
રિપોર્ટ અનુસાર ફક્ત ૧૩ દેશો કે પ્રદેશો ફ્રેન્ચ પોલિનેસિયા, પ્યુઅર્ટો રિકો, યુએસ વર્જિન આઇલેન્ડ, બાર્બાડોસ, ન્યૂ કેલેડોનિયા, આઇસલેન્ડ, બર્મુડા, રિયુનિયન, એન્ડોરા, ઓસ્ટ્રેલિયા, ગ્રેનાડા, પનામા અને એસ્ટોનિયા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓે)ના વાર્ષિક સરેરાશ પીએમ૨.૫ માર્ગદર્શિકાને પૂર્ણ કરી શક્યા.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૧૪૩ દેશો કે પ્રદેશોમાંથી ૧૩૦ (૯૧ ટકા) ડ્બ્લ્યુએચઓના વાર્ષિક સરેરાશ પીએમ ૨.૫ માર્ગદર્શિકા મૂલ્યને વટાવી ગયા હતાં.
વિશ્વનાં પાંચ સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, તાજિકિસ્તાન, ચાડ અને કોંગો રિપબ્લિકનો સમાવેશ થાય છે. વિશ્વનાં ૨૫ સૌથી પ્રદૂષિત શહેરો ભારત, પાકિસ્તાન અને ચીનમાં આવેલા છે.
વિશ્વનાં ચાર સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતનાં ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકાનું ન્યૂ વોડ્ટવિલે વિશ્વનું સૌથી સ્વચ્છ શહેર હતું.
