ગુડ્સ એન્ડ સવસ ટેક્સ કાઉન્સિલની ૫૬મી બેઠકમાં ૩૯૧ જેટલી ચીજવસ્તુઓ પર વસૂલવામાં આવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં ઘટાડો કર્યા પછી ભાવ નીચા ન લઈ જવા પડે તે માટે ઉત્પાદકોએ પ્રોડક્ટેની ક્વોન્ટિટીમાં થોડો વધારો કરી દઈને ભાવ ન ઘટાડવાની ઉત્પાદકો અને મેન્યુફેક્ચરર્સે હાથ ધરેલી યુક્તિને દિલ્હી હાઈકોર્ટે ગેરકાયદે ઠેરવી છે. દિલ્હી હાઈકોર્ટે મેન્યુફેક્ચરર્સ-ઉત્પાદકોની આ યુક્તિને ગ્રાહકો સાથેની છેતરપિંડી તરીકે ઓળખાવી છે. આ રીતે ગ્રાહકોના હિતની અવગણના કરનારી કંપનીઓ અને મેન્યુફેક્ચરર્સ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.દિલ્હી હાઈકોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગુડ્સ એન્ડ સવસટેક્સના દરમાં ઘટાડો થયા પછી ઉત્પાદનોની મહત્તમ છૂટક કિંમત ઘટાડયા વિના માત્રા એટલે કે જથ્થો વધારીને વેચાણ કરવાની પદ્ધતિ ગ્રાહકો સાથેની છેતરપિંડી સમાન છે. આ સ્થિતિમાં એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટીને – તંત્રને ભાવ ઘટાડવાનો આદેશ આપવાનો, વધારાનો નફો વ્યાજ સાથે વેપારીઓ પાસેથી પરત લેવાનો અથવા ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરાવવાનો, દંડ ફટકારવાનો અને ગંભીર પરિસ્થિતિમાં વેપારીઓની જીએસટી નોંધણી રદ કરવાનો અકિાર જીએસટી કચેરીને છે.

જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને જસ્ટિસ શૈલ જૈનની બેન્ચે શર્મા ટ્રેડિંગ કંપની-હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડના ડિસ્ટ્રિબ્યુટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કરતા આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. વડી અદાલતે જણાવ્યું છે કે જીએટીના દર ઘટાડયા બાદ તમામ પ્રમોશનલ યોજનાઓ તથા પેકેજિંગ માત્રાને નવી રીતે ગોઠવવી આવશ્યક છે. ભાવ ઘટાડવાની જગ્યાએ ઉત્પાદનની માત્રા એટલે કે જથ્થો વધારી ને જૂની કિંમત જ વસૂલ કરવી એ ગ્રાહકોને ભ્રમિત કરવાનો પ્રયાસ છે.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે હતુ કે મહત્તમ છૂટક કિંમતથી કે તે કરતાં ઓછી કિંમતથી વેચાણ કરવું કાયદેસર છે, પરંતુ મહત્તમ છૂટક કિંમતથી વધુ ભાવે વેચાણ કરવામાં આવે તે કાયદેસર ગણાય નહિ. તેથી દર ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવો આવશ્યક છે. હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડે ૨૦૧૮માં રાષ્ટ્રીય એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટીના આદેશને પડકાર્યો હતો. કોર્ટે કંપનીઓ દ્વારા કરવામાં આવેલા વધારાના નફાની રકમ ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરવા જણાવ્યું હતં. કંપનીનું કહેવું હતું કે ૧૪ નવેમ્બર ૨૦૧૭ના જીએસટી દર ઘટાડયા બાદ તેણે ઉત્પાદનોની માત્રા ૧૦૦ મિલી વધારી હતી, એટલે ભાવ ન ઘટાડવો યોગ્ય હતો. જોકે અદાલતે આ દલીલ નામંજૂર કરી અને જણાવ્યું કે ભાવ ઘટાડયા વિના માત્રા વધારવી ગ્રાહકની પસંદગી છીનવી લે છે અને જીએસટી કાપનો હેતુ નકામો કરે છે.
જીએસટી અિનિયમ ૨૦૧૭ની કલમ ૧૭૧ હેઠળ નફાખોરી અટકાવવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. શરૂઆતમાં આ માટેજીએસટી કચેરી કાર્યરત હતી. ૨૦૨૨થી કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયાને તેની તમામ જવાબદારી સોંપવામાં આવી હતી. ૨૦૨૪થી જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલને આ અધિકારો સોંપવામાં આવ્યા છે.અદાલતે સ્પષ્ટ શબ્દોમાં યાદ અપાવ્યું છે કે ૧ એપ્રિલ ૨૦૨૫ પછી નફાખોરી કરવાના નવા કેસો સ્વીકારવામાં આવશે જ નહિ. પરિણામે દંડ કે સજા થશે તો વેપારીઓ માટે તેનો પ્રતિકાર કરવો કઠિન બની જશે. હાઈકોર્ટએ ચેતવણી આપી કે અથોરિટી જરૂરી હોય તો ભાવ ઘટાડવા, નફો પરત આપવા, ફંડમાં જમા કરાવવા સાથે દંડ અને ય્જી્ નોંણી રદ કરવાની કાર્યવાહી પણ કરી શકે છે.

