ઉત્તરાખંડના ચમોલીમાં સૈન્ય જવાન પર એક બાળકી સાથે છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે પીડિતાની માતાએ આ આખી ઘટના ઈન્ટરનેટ પર લાઈવ કરી. પીડિત પરિવારની ફરિયાદ પર આરોપી જવાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે.આ મામલો ચમોલી જિલ્લાના થરાલીનો છે. આર્મીની સીએસડી કેન્ટીનમાં તહેનાત જવાને એક બાળકીની છેડતી કરી છે. પીડિતાની માતાના જણાવ્યા પ્રમાણે તેની બાળકી રવિવારે સાંજે તેના પાલતુ કૂતરાને ફરવા માટે બહાર લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપી જવાને બંધ કેન્ટીનનું તાળું ખોલીને બાળકીને અંદર બોલાવી અને તેની સાથે છેડતી કરી.

ગભરાયેલી બાળકીએ ઘરે જઈને પોતાની માતાને જે આખી ઘટના જણાની. તેના પરિવારે તાત્કાલિક થરાલી એસડીએમ અને સ્થાનિક થરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.સ્ટેશન ઈન્ચાર્જ પંકજ કુમારે જણાવ્યું કે, આરોપી જવાન વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.

