NATIONAL : બિઝનેસમેન આશિષ ઘેસાણી નેરાઇઝીંગ એન્ટ્રપ્રિન્યોર ઓફ ધ યર તરીકે બોલીવુડ સ્ટાર સોનુ સૂદના હસ્તે એવોર્ડથી સન્માનિત કરાયા

0
57
meetarticle

બિઝનેસ-વ્યાપારની ભાગદોડ અને ભારે વ્યવસ્તતા વચ્ચે પણ સમાજની સેવા કરવાના અનોખા ઉદ્દેશ સાથે સતત કાર્યરત રહેતા ગુજરાતના બિઝનેસમેન આશિષ ઘેસાણીને તાજેતરમાં જ જયપુર ખાતે યોજાયેલા રાઇઝીંગ ભારત એવોર્ડમાં સોશિયલ મીડિયા હેન્ડલિંગ અને માર્કેટિંગ અંગેનું Titan info solution નામના ન્યૂ સ્ટાર્ટ અપને રાઇઝીંગ એન્ટ્રપ્રિન્યોર ઓફ ધ યર તરીકે જાણીતા બોલીવુડ સ્ટાર સોનુ સૂદના હસ્તે ખાસ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ઉદ્યોગસાહસિક આશિષ ઘેસાણી અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં અખબારનગર ચાર રસ્તા પાસે ‘ માતોશ્રી ‘ વૃધ્ધાશ્રમ સિવાય સુરત, જયપુર અને મુંબઇ ખાતે પણ વૃધ્ધાશ્રમ સ્થાપી એકલવાયા, લાચાર, અશકત, બિમાર અને મજબૂર વૃધ્ધોની સેવામાં કાર્યરત છે.

સમાજ સેવાના કાર્યો અને બિઝનેસ ક્ષેત્રમાં નોંધનીય યોગદાન બદલ બિઝનેસમેન આશિષ ઘેસાણીને આ એવોર્ડ એનાયત થયો છે. બિઝનેસમાં સફળતા શિખરો કર્યા પછી પણ ડાઉન ટુ અર્થ માનસિકતા ધરાવતા સમાજસેવી આશિષ ઘેસાણીના મતે, સમાજે આપણને ઘણું બધુ આપ્યું છે અને આપણે તેમાંથી સમાજને કંઇક પાછુ આપીને આપણી ફરજ અદા કરવી જોઇએ. સામાજિક સેવાના કાર્યો થકી જે સંતોષ મળે છે, તેની અનુભૂતિ જ કંઇક અલગ હોય છે.

તેમણે જણાવ્યું કે, ‘ માતોશ્રી ‘ વૃધ્ધાશ્રમ સૌ કોઇ વૃધ્ધજનો માટે આશીર્વાદ સમાન છે કારણ કે, અહીં અમે બીજા વૃધ્ધાશ્રમ કે ઘરડાઘરની જેમ ડિપોઝીટ, કે વિવિધ ચાર્જીસ રાખતા નથી. અહીં દરેક વૃધ્ધજનોને બિલકુલ નિશુલ્ક પ્રવેશ આપી તેઓને ઘરની જેમ સાચવવામાં આવે છે. અમારા વૃધ્ધાશ્રમની સૌથી નોંધનીય વાત એ છે કે, જયારે પણ કોઇ વૃધ્ધજન બિમાર કે માંદગીમાં સપડાય અને જો વધુ સારવારની જરૃર પડે તો અમે ખાનગી હોસ્પિટલના મોટા ખર્ચાઓ કરતાં પણ અચકાતા નથી. તમામ વૃધ્ધજનોને એક પરિવારના સભ્યની જેમ જ ગણવામાં આવે છે અને તે પ્રકારે જ તેમની પર ધ્યાન આપવામાં આવે છે.

વૃધ્ધાશ્રમના સંચાલક, ટ્રસ્ટી કે સ્ટાફ સભ્યો પણ વૃધ્ધજનોને તેમના પરિવારજનોના પ્રેમ કે હુંફનો અબાવ વર્તાય નહી તે પ્રકારે તેમની સાથે રહી તેમના સ્મિતનું કારણ બને છે. અમદાવાદ સિવાય સુરત, જયપુર અને મુંબઇના વૃધ્ધાશ્રમોમાં પણ અમારી ટીમ અને સભ્યો વૃધ્ધજનોના જીવનમાં એક નવો ઉમંગ અને ખુશીનો રંગ પાથરવાની સાથે સાથે તેમના ચહેરા પર સ્મિત લાવવા સતત પ્રયત્નશીલ રહે છે. અમારા એ જે ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અમે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ.જેમાં આપત્તિકાળમાં ભોજન દાન, દર શિયાળામાં ગરીબ અને જરુરીયાતમંદોને કંબલ, વૃક્ષારોપણ, સ્વચ્છ ભાારત અભિયાનમાં મદદ, પાણીનો બગાડ અટકાવવા, બાળ મજૂરી અટકાવવા જાગૃતિ, ગરીબ અને જરૃરિયાતમંદ બાળકોને ચોપડીઓ અને નોટબુક નિશુલ્ક વિતરણ, ગરીબ અને જરૃરિયાતમંદ પરિવારોને અનાજકીટનું વિતરણ, પક્ષી અને વૃક્ષો બચાવો અભિયાન સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ તેમાં સામેલ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here