NATIONAL : ભારત રશિયાના ઓઇલની આયાતમાં ડિસેમ્બરથી ક્રમશઃ ઘટાડો કરશે!

0
35
meetarticle

અમેરિકાના રશિયન કંપની રોસનેફ્ટ અને લુકોઇલ પર નવા પ્રતિબંધોના કારણે ભારત નવેમ્બરના અંતથી રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં ઘટાડો કરવાનો પ્રારંભ કરશે. ભારતીય રીફાઇનરો દેશની રીફાઇનિંગ જરૂરિયાતના અડધા ઉપરાંતની રશિયાથી આયાત કરે છે. ભારત ઉપરાંત  ચીન, તુર્કીએ  ખરીદી અટકાવાતા રશિયાનું ૩૮ કરોડથી વધુ બેરલ ઓઇલ મધદરિયે અટકેલું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. 

ભારત,ચીન અને તુર્કીએ ખરીદી અટકાવતા રશિયાના ૩૮ કરોડથી વધુ બેરલ ઓઇલનો પુરવઠો મધદરિયે અટવાયો

રશિયાની સીબોર્ન ક્રુડ નિકાસમાં  ૯૫ ટકા નિકાસ ચીન, તુર્કી તથા ભારત ખાતે થાય છે. આ દેશો દ્વારા ડિલિવરી નહીં લેવાતા રશિયા માટે સ્થિતિ કઠીન બની ગઈ છે.રશિયાના નિકાસકારોએ ટેન્કરોમાં ઓઈલ ભરવાનું ચાલુ રાખ્યું છે પરંતુ રિફાઈનરો તેમની સ્ટોરેજ ટેન્કમાં માલ લેવાનું નકારી રહ્યા હોવાનું  પ્રાપ્ત અહેવાલોમાં જણાવાયું હતું. 

૨ નવેમ્બરના સમાપ્ત થયેલા મહિનાનું સરેરાશ દૈનિક  વોલ્યુમ ૩૫.૮૦ લાખ બેરલ્સ રહ્યું હતું જે ૨૬ ઓકટોબરના સમાપ્ત થયેલા મહિનાના સરેરાશ દૈનિક વોલ્યુમ કરતા ૧,૯૦,૦૦૦ બેરલ્સ ઓછું છે. રશિયા ખાતેથી ક્રુડ ઓઈલનો પ્રવાહ ઘટી જતા તેલના વેચાણ મારફતની આવક ઓગસ્ટ બાદ સૌથી નીચી સપાટીએ રહી હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું. 

મેરીટાઇમ ઇન્ટેલિજન્સ ફર્મ કેપ્લરના જણાવ્યા મુજબ ભારત ૨૧ નવેમ્બરથી અમલમાં આવનારા અમેરિકાના પ્રતિબંધોનું પાલન કરવા માંડતા ડિસેમ્બરમાં રશિયાતી આવતા પુરવઠામાં ઘટાડો થશે.  જો કે ૨૦૨૬માં ભારત રશિયાના બદલે બીજા વૈકલ્પિક સ્થળોએથી તેનો પુરવઠો વધારશે.રોસનેફ્ટ સાથે લાંબા ગાળાનો કરાર ધરાવતી રિલાયન્સ, મેંગ્લોર રિફાઇનરી, એચપીસીએલ મિત્તલ એનર્જી લિમિટેડએ ભાવિ આયાત અટકાવવાની જાહેરાત કરી છે. આ ત્રણેય કંપનીઓ ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં રશિયાથી આયાત કરવામાં આવેલા પ્રતિ દિન ઓઇલ પુરવઠામાં અડધો હિસ્સો ધરાવતા હતા. જો કે રોસનેફ્ટની આંશિક માલિકીની નાયરાની વાડીનાર રિફાઇનરીએ રશિયન ઓઇલ પુરવઠો ખરીદવાનું જારી રાખ્યું છે.

ભારતે બીજી બાજુએથી મધ્યપૂર્વ, દક્ષિણ અમેરિકા, પશ્ચિમ આફ્રિકા, કેનેડા અને અમેરિકાથી ઓઇલ પુરવઠો વધાર્યો છે. ઓક્ટોબરમાં અમેરિકન ક્રૂડ આયાત વધીને પ્રતિ દિન ૫.૬૮ લાખ બેરલ થઈ હતી. જે છેલ્લા ચાર વર્ષની સૌથી વધારે છે. જો કે ભારત આવતા રશિયન ઓઇલના પુરવઠામાં ઘટાડો થશે, પરંતુ તે સાવ નામશેષ નહીં થાય. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here