NATIONAL : મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

0
16
meetarticle

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે તેમજ પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરના પગલે લાખો નાગરિકોના નામ મતદાર યાદીમાંથી દૂર થઈ ગયા છે. આવા સમયે સુપ્રીમ કોર્ટે રાજસ્થાનમાં એક સ્થાનિક ચૂંટણીના કેસમાં પાછલા ચૂકાદાઓને ટાંકીને કહ્યું કે, મત આપવો અને ચૂંટણી લડવી એ નાગરિકનો મૌલિક અધિકાર નથી, પરંતુ કાયદાકીય અધિકાર છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે પાછલા ચૂકાદાઓને ટાંકીને કહ્યું કે, આ અધિકાર માત્ર કાયદામાં જોગવાઈ હોય એ હદ સુધી જ હયાત છે. મત આપવાથી ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદારી શક્ય હોય છે ત્યારે ચૂંટણી લડવાનો અધિકાર એક અલગ અને વધારાનો અધિકાર છે, જે યોગ્યતા, પાત્રતાની શરતો અને અયોગ્યતાને આધિન હોઈ શકે છે. એ વાત નિશ્ચિત છે કે મત આપવાનો અધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર મૌલિક અધિકાર નથી. તે કાયદાકીય અધિકાર છે.આ કેસ રાજસ્થાનમાં જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોની ચૂંટણી નિયમોથી સંબંધિત છે. આ સંઘ રાજસ્થાન સહકારી સમિતિ કાયદા, 2001 હેઠળ સ્થાપિત ત્રી-સ્તરીય વ્યવસ્થા હેઠળ કામ કરે છે. ઉમેદવારો માટે પાત્રતાના નિયમ નિશ્ચિત કરવા માટે પેટા નિયમ બનાવાયા હતા. તેમાં દૂધના પૂરવઠા માટે લઘુત્તમ દિવસ અને પ્રમાણ, સમિતિઓની કાર્ય સ્થિતિ અને ઓડિટના માપદંડોનો સમાવેશ કરાયો હતો.

કેટલીક પ્રાથમિક સહકારી સમિતિઓએ રાજસ્થાન હાઈકોર્ટમાં આ નિયમોને પડકાર્યા હતા અને કહ્યું કે, આ નિયમ અયોગ્ય છે તથા કાયદાના દાયરાથી બહાર છે. ૨૦૧૫માં સિંગલ ન્યાયાધીશે પેટા નિયમોને રદ કરી દીધા પરંતુ પાછલી ચૂંટણીઓને કાયદેસર રહેવા દીધી. વર્ષ ૨૦૨૨માં સિંગલ બેન્ચે આ ચૂકાદો જાળવી રાખ્યો. ત્યાર પછી અનેક જિલ્લા દૂધ સંઘોના અધ્યક્ષોએ આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here