NATIONAL : મલેશિયાનાં ૩૩ વર્ષીય શખ્સનાં મોંમાં ૪૨ દાંત ઃ ગિનીસ બુકમાં સ્થાન

0
17
meetarticle

સામાન્ય રીતે કોઇ પણ માનવીનાં મોમાં ૩૨ દાંત હોય છે પણ મલેશિયાનાં એક એન્જિનિયરનાં મોંમાં ૪૨ દાંત છે. ૪૨ દાંત હોવાને કારણે તેમનું નામ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આ વ્યકિતનું સ્મિત સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયું છે.

મલેશિયાના રહેવાસી પ્રથાબ મુનિયાંડીએ સૌથી વધારે દાંત હોવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ૩૩ વર્ષનાં પ્રથાબ તેલ અને ગેસ ઇન્ડસ્ટ્રીમાં એન્જિનિયર તરીકે કાર્ય કરે છે. તેમનાં મોંમાં કુલ ૪૨ દાંત છે.

જે સામાન્ય લોકોની સરખામણીમાં ૧૦ વધારે છે. આ સિદ્ધિને ૨૮ ડિસેમ્બર, ૨૦૨૩નાં રોજ સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. ડોક્ટરોની તપાસ પછી તેમના મોંમાં ૪૨ દાંત હોવાનાં અહેવાલને સમર્થન આપવામાં આવ્યું હતું.પ્રથાબને પોતાના વધારાનાં દાંતો અંગે સૌથી પહેલા ૨૦૨૧માં એક કૌટુંબિક ચા સમારંભમાં જાણ થઇ હતી.  વાતચીત દરમિયાન તેમણે પરિવારને જણાવ્યું હતું કે કદાચ તેમના મોંમાં સામાન્યથી વધારે દાંત છે.

જ્યારે પરિવારે ગણતરી કરી તો તે સમયે ૩૮ દાંત નીકળ્યા હતાં. જ્યારે ડોક્ટરોએ એક્સ રેની મદદથી તપાસ કરી તો જાણવા મળ્યું કે હજુ ચાર દાંત નીકળવાનાં છે. ૨૦૨૩ની શરૃઆત સુધી તેમનાં મોંમાં કુલ ૪૨ દાંત નીકળી આવ્યા હતાં.

તાજેતરમાં જ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડે આ રેકોર્ડને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. ત્યારબાદ પ્રથાબ મુનિયાંડી ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા હતાં અને લોકો તેમના વિશે વધુ માહિતી મેળવવામાં રસ દાખવ્યા લાગ્યા હતોં.

પ્રથાબે જણાવ્યું હતું કે મોટા ભાગનાં લોકોને પ્રથમ નજરમાં તેમના વધારે દાંતોની જાણ થતી નથી પણ જ્યારે તે પોતે બતાવે છે કે તેમના મોંમાં ૪૨ દાંત છે તો બધા હેરાન રહી જાય છે.મહિલાઓમાં સૌથી વધારે દાંત હોવાનો રેકોર્ડ ભારતની કલ્પના બાલનનાં નામે છે કે જેમના મોંમાં ૩૮ દાંત છે. ડોક્ટરોનાં જણાવ્યા અનુસાર કોઇ વ્યકિતનાં મોંમાં સામાન્યથી વધારે દાંત હાયપરડોંશિયા નામની સ્થિતિને કારણે હોય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here