NATIONAL : મહિલા અનામત બિલ લોકસભામાં ન થઇ શક્યુ પસાર,અમિત શાહના વિપક્ષ પર પ્રહાર

0
27
meetarticle

131મું બંધારણીય સુધારા બિલ લોકસભામાં પસાર ન થયુ. પક્ષમાં 298 મત અને વિરોધમાં 230 મત પડ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે, વિપક્ષ મહિલા અનામતનો વિરોધ કરી રહ્યું છે.

પ્રસ્તાવ પસાર ન થયો

મહિલા અનામત કાયદા સાથે સંબંધિત બંધારણ 131માં સુધારો બિલ 2026, સીમાંકન બિલ 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા બિલ 2026 પર ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. 131મા બંધારણીય સુધારા બિલ પર ચર્ચા બાદ, બિલ પર મતદાન થયું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને માહિતી આપી કે પ્રશ્ન એ હતો કે શું આ સુધારા પર વિચાર કરવો જોઈએ. 298 મત પક્ષમાં અને 230 મત વિરોધમાં હતા. બંધારણના અનુચ્છેદ 358 મુજબ, કુલ સભ્યોના ઓછામાં ઓછા બે તૃતીયાંશ બહુમતીથી આ પ્રસ્તાવ પસાર થયો ન હતો.

અમિત શાહના વિપક્ષ પર પ્રહાર

સંસદીય બાબતોના રાજ્યમંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે અન્ય બે બિલો પર ગૃહમાં વધુ ચર્ચા કરવામાં આવશે નહીં. લોકસભાના અધ્યક્ષે ગૃહ મુલતવી રાખ્યું હતુ. ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે જો વિપક્ષ મતદાન નહીં કરે તો બિલનો પરાજય થશે, પરંતુ દેશની મહિલાઓને ખબર પડશે કે તેમના માર્ગમાં કોણ ઉભું છે. સ્પીકરે શનિવારે સવારે 11 વાગ્યા સુધી લોકસભાને પણ સ્થગિત કરી છે. આમ, મહિલા અનામત બિલ સંબંધિત 131મું બંધારણીય સુધારા બિલ સંસદમાં પસાર થઈ શક્યુ નહીં.

ચર્ચા 21 કલાક ચાલી

મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળમાં આ પહેલી વાર છે જ્યારે સરકાર ગૃહમાં બિલ પસાર કરવામાં નિષ્ફળ રહી છે. આ સુધારેલા બિલો પર લોકસભામાં 21 કલાક ચર્ચા થઈ. કુલ 130 સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો, જેમાં 56 મહિલા સાંસદોનો સમાવેશ થાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here