કર્ણાટકના મેંગલોરમાં એક મહિલા ભિખારી પાસેથી લાખો રૂપિયા મળી આવતા લોકો સ્તબ્ધ થઈ ગયા. મહિલાએ આ પૈસા કચરામાં છુપાવ્યા હતા. હાલમાં પૈસા અને મહિલાના ઠેકાણા અંગેની માહિતી પોલીસને આપવામાં આવી છે. પોલીસે તેને સુરક્ષિત સ્થાન આપવાની ખાતરી આપી છે.
રિપોર્ટ પ્રમાણે મેંગલોરના પઠાણપુરા મોહલ્લાની એક દિવ્યાંગ મહિલા ભિખારી કે જેની માનસિક હાલત પણ અસ્વસ્થ છે. આ મહિલા લગભગ 13 વર્ષથી એક ઘરની બહાર રહેતી હતી. બે દિવસ પહેલા જ્યારે સ્થાનિક લોકોએ તેને ત્યાંથી હટાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તેમણે કચરાના ડબ્બા પાસે કેટલીક થેલીઓ છુપાવેલી મળી આવી હતી. આ થેલીઓને મહિલા સવારથી સાંજ તેની સાથે રાખીને બેઠી રહી હતી.

મહિલાના વર્તન પર સ્થાનિકોને શંકા ગઈ, ત્યારે મહિલાએ તેની પાસે રાખેલી થેલીઓની તપાસ કરી તો તેમાથી મોટી રકમ મળી આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નોટો અને સિક્કાનો સમાવેશ થાય છે. જ્યારે તેઓએ આ પૈસા ગણવાનું શરૂ કર્યું, ત્યારે મળેલી રકમ એક લાખ રૂપિયાથી વધુ હોવાનું કહ્યું હતું. એ પછી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. જોકે, પોલીસનું કહેવું છે કે, મહિલાને જલ્દીથી સલામત સ્થળે મોકલવામાં આવશે અને તેની પાસેથી મળેલા પૈસા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવશે.

