NATIONAL : મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, કોર્ટે ફરિયાદ સ્વીકારી

0
27
meetarticle

મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીના મામલે જાણીતા કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી ગઈ છે. આ મામલે મથુરાના કોર્ટમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અખિલ ભારત હિન્દુ મહાસભા આગરાની જિલ્લાધ્યક્ષ મીરા રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવ છે. હવે કોર્ટમાં આ મામલે પહેલી જાન્યુઆરીએ નિવેદન દાખલ કરવામાં આવશે. નોંધનીય છે કે, મામલો ઑક્ટોબરમાં શરુ થયો હતો, જ્યારે અનિરુદ્ધાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. 

અનિરુદ્ધાચાર્યની સ્પષ્ટતા

અનિરુદ્ધાચાર્યનો આ વીડિયો દીકરીઓ અને મહિલાઓના સંબંધે કથિત અભદ્ર અને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. વીડિયો વાઇરલ થતાં જ તેના પર દેશભરમાં ખૂબ હોબાળો થયો હતો અને સામાજિક તેમજ મહિલા સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો. વિવાદ વધતાં કથાવાચકે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, તેઓ મહિલાઓનું સન્માન કરે છે. પરંતુ, તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. 

કોર્ટમાં કેસ દાખલ

અનિરુદ્ધાચાર્યના વાઇરલ નિવેદનને ગંભીરતાથી લેતાં અખિલ ભારત હિન્દુ મહાસભાની આગ્રા જિલ્લાધ્યક્ષ મીરા રાઠોડે તેમની સામે કાનીની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મીરા રાઠોડે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ઉત્સવ ગૌરવ રાજની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. ઍડ્વૉકેટ મનીષ ગુપ્તાના જણાવ્યા અનુસાર, CJM કોર્ટે સુનાવણી પછી ફરિયાદ નોંધી છે.આ કેસમાં આગામી સુનાવણી પહેલી જાન્યુઆરીએ થશે. વાદી મીરા રાઠોડ તે દિવસે કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવશે. કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકારવાથી કથાકાર અનિરુદ્ધાચાર્ય માટે કાનૂની ગૂંચવણો વધી ગઈ છે, જેમને હવે આ મામલે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here