વસંત પંચમીના પાવન પર્વ પર શુક્રવારે પ્રયાગરાજ સંગમ કિનારે અદ્ભૂત નજારો જોવા મળ્યો. આ પાવન પર્વ પર સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. તમામ અનુમાનને પાછળ છોડીને જ્યારે આસ્થાની ભીડ સંગમ તરફ વધી તો મહાકુંભ 2025નો રેકોર્ડ પણ તૂટી ગયો, જેમાં ઉમટેલા શ્રદ્ધાળુઓની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી. અધિકારીઓનો દાવો છે કે, શુક્રવારે વસંત પંચમીના પાવન પર્વ પર 4:00 વાગ્યા સુધીમાં 3 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી, જ્યારે મહાકુંભ 2025ની વસંત પંચમી પર 2.57 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આંકડા પરથી એ સ્પષ્ટ થાય છે કે, મહાકુંભની અસર હજુ પણ દેખાય રહી છે. કદાચ આ જ કારણ છે કે, વસંત પંચમી જેને પરંપરાગત રીતે સ્થાનિક (પ્રયાગરાજ શહેર અને આસપાસના વિસ્તારોના લોકોનું) સ્થાન માનવામાં આવે છે, પર એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. વહીવટી અધિકારીઓએ દાવો કર્યો હતો કે. સવારે 8:00 વાગ્યા સુધી 1 કરોડ 4 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું, જ્યારે સવારે 10:00 વાગ્યા સુધીમાં 1 કરોડ 40 લાખ, બપોરે 12:00 વાગ્યા સુધીમાં 2 કરોડ 10 લાખ, બપોરે 2:00 વાગ્યા સુધીમાં 2 કરોડ 90 લાખ અને સાંજે 4:00 વાગ્યા સુધીમાં 3 કરોડ 20 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. મોડી સાંજે મેળા વહીવટીતંત્રએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓનો આંકડો જારી કર્યો હતો.
શ્રદ્ધાળુઓની ભીડ એટલી હદે ઉમટી હતી કે, સંગમ કિનારે વ્યવસ્થા સંભાળવામાં પોલીસ અને વહીવટી અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો. સંગમ અને આસપાસના સ્નાન ઘાટ પર દિવસ દરમિયાન ઘણી વાર શ્રદ્ધાળુઓનું દબાણ વધી ગયું તેથી તેમને ઝૂંસી તરફ મોકલવા પડ્યા. શ્રદ્ધાળુઓને મહાવીર પોન્ટૂન બ્રિજ દ્વારા ઝુંસી તરફ મોકલવામાં આવી રહ્યા હતા. મેળા અધિકારી ઋષિરાજ સમયાંતરે તેમના મોબાઈલ પર કંટ્રોલ રૂમમાંથી આવલી તસવીરો જોઈને એ વાતનો અંદાજ લગાવી રહ્યા હતા કે સંગમ પર એક સમયે કેટલી ભીડ છે. તે પ્રમાણે જે તેમના નિર્દેશ પર ડાયવર્ઝન પ્લાન લાગૂ કરવામાં આવ્યો.

આ પહેલા મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સાથે થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને આ વખતે વધારાની સાવધાની રાખવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ અક્ષયવત માર્ગ અને સંગમ અપર માર્ગ ચોક લગાવવામાં આવેલ બેરિકેડની આગળ ગંગા નદી સુધી ઉભા હતા. કોઈને પણ સંગમ ટાવર તરફ આગળ ન વધવા દીધા. દિવસભર યમુના પટ્ટી તરફ સ્નાન કરવામાં આવ્યું હતું. એટલે કે, શ્રદ્ધાળુઓએ સંગમથી કિલ્લા તરફ સ્નાન કર્યું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર સંગમની તસવીરો શેર કરી અને સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ લખ્યું કે, ‘વસંત પંચમીના પાવન પર્વ આજે તીર્થરાજ પ્રયાગરાજમાં ત્રિવેણી પવિત્ર સ્નાનનું સૌભાગ્ય પ્રાપ્ત કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓને હાર્દિક અભિનંદન. પવિત્ર સંગમમાં ‘આસ્થાની ડૂબકી’ દરેક માટે શુભ અને ફળદાયી રહે અને દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય. માતા ગંગાને મારી આ જ પ્રાર્થના છે.’
વસંત પંચમી પર છેલ્લા સ્નાનના આંકડ
- 3 ફેબ્રુઆરી 2025 મહાકુંભ 2.57 કરોડ
- 14 ફેબ્રુઆરી 2024 માઘ મેળો 43 લાખ
- 26 જાન્યુઆરી 2023 માઘ મેળો 41.50 લાખ
- 5 ફેબ્રુઆરી 2022 માઘ મેળો 15 લાખ
- 16 ફેબ્રુઆરી 2021 માઘ મેળો 15 લાખ
- 30 જાન્યુઆરી 2020 માઘ મેળો 30 લાખ
- 10 ફેબ્રુઆરી 2019 કુંભ મેળો 1.70 કરોડ
