NATIONAL : રાજસ્થાનમાં 150 કિલો વિસ્ફોટક લઈ જતી કાર પકડાઈ, યુરિયા બેગમાં છુપાવેલું હતું, બેની ધરપકડ

0
55
meetarticle

રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે માત્રામાં વિસ્ફોટક મળી આવ્યું હતું. માહિતી અનુસાર પોલીસે એક કારમાંથી આશરે 150 કિલો જેટલું એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. આ ઉપરાંત પોલીસે 200 વિસ્ફોટક બેટરી અને 1100 મીટર જેટલું વાયર પણ કબજે લીધું છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ટોંકના ડીએસપી મૃત્યુંજય મિશ્રાએ કહ્યું કે એક મારુતિ સિયાઝ કારમાંથી આ વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે બે આરોપીઓને પકડીને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર દેશમાં 2025ની વિદાય અને નવા વર્ષ 2026ના આગમનને લઈને અનેક કાર્યક્રમ-પાર્ટી યોજાવાના છે જેના પગલે કોઈ અણગમતી ઘટના ન બને તેવા ઉદ્દેશ્યથી પોલીસે કડક હાથે પેટ્રોલિંગ-તપાસ શરૂ કરી દીધી છે. 

આરોપીઓની ઓળખ જાહેર 

આરોપીઓની ઓળખ સુરેન્દ્ર ભંવરલાલ (48) અને સુરેન્દ્ર દુલીલાલ મોચી (33) તરીકે થઇ હતી. બંને કરવર બુંદીના રહેવાશી હતા. પોલીસે બંનેને પકડી પાડીને વિસ્ફોટક લાવ્યા ક્યાંથી અને ક્યાં લઇને જઇ રહ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી.   

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here